વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ટીમને પ્રશસ્તિ અને ટ્રોફી એનાયત કરી
રાજકોટ મંડળ દ્વારા કોરોના સંક્રમણ કાળમાં કરવામાં આવેલા વિવિધ કાર્યોને દર્શાવતી ‘કોરોના વોરિયર્સ’ નામની ઇ પત્રિકાનું મહાપ્રબંધક આલોક કંસલના હસ્તે આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ટીમને પ્રશસ્તિ તથા ટ્રોફી એનાયત કરી હતી.
આ પત્રિકામાં મંડળના દરેક અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ પશ્ર્ચિમ રેલવે મહિલા સમાજ સેવા સંગઠન દ્વારા લોકડાઉન દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવા સંદર્ભે કરવામાં આવ્યું છે. આ સિવાય તેમાં તકનીકી અને માનવીય સેવા કાર્યોને દર્શાવવામાં આવ્યા છે. જેમ કે રાશન કિટ, સેનેટાઇઝેશન કિટ, માસ્ક, ફેસશિલ્ડ, ગ્લોવ્ઝ, આયુર્વેદિક ઉકાળો, તથા હોમિયોપેથી દવાઓનું વિતરણ શ્રમિક સ્પેશ્યલ તથા પાર્સલ ટ્રેનોનું કુશળ સંચાલન, આઇસોલેશન કોચ તથા વોર્ડોનું નિર્માણ, વેન્ટીલેટર્સની ખરીદી, મહત્વપૂર્ણ તકનીકી રિપેરીંગ કાર્ય વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પત્રિકા મંડળના કોરોના વોરિયર્સ દ્વારા લોકો ડાઉન દરમિયાન કરવામાં આવેલા કાર્યોની ગૌરવ ગાથા છે. જેના માટે મંડળના રેલ પ્રબંધકે કુલ ૩૯ કર્મચારીઓને મેડલ તથા પ્રશસ્તિ આપીને કોરોના રેલ યોઘ્ધાઓને સન્માનીત કર્યા હતા. આ સાથે તેમણે રૂ. ૧૦,૦૦૦ રાજભાષા વિભાગને પુરસ્કૃત કરીને પ્રદાન કરવાની ઘોષણા કરી હતી. વધુમાં પ્રબંધક ગોવિંદ પ્રસાદ સૈનીએ કોરોના વોરિયર્સને અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવી હતી. પત્રિકાનું સંપાદન સુનીતા અહિરે દ્વારા કરવામાં આવ્યું છે.