વિવિધ પ્રકારના મેડિકલના સાધનો રાહત દરે ભાડે તથા વેચાણથી દર્દીઓને મળશે આઈ.સી.યુ સેટ-અપ, હોમ સ્લીપ સ્ટડી તથા નર્સિંગ કેરની ઘર બેઠા સર્વિસ પુરી પાડશે
રાજકોટના આંગણે હવે દર્દીઓની સર્જીકલ વસ્તુઓ અને મેડિકલના સાધનોનું વન સ્ટોપ સોલ્યુશન બન્યું રેડીકલ. હેલ્થકેર.વિવિધ પ્રકારના મેડિકલના સાધનો જેવા કે, ઓક્સિજન મશીન,વેન્ટિલેટર મશીન,પલ્સ ઓક્સી મીટર,બાય-પેપ,સી-પેપ મશીન, વેન્ટિલેટર, હોસ્પિટલ બેડ એર બેડ-અલ્ફા બેડ,વિહલ ચેર, વોકર, કોલ્ડ થેરાપી મશીન એડલ્ટ ,બેબી ડાયપર, ગ્લુકોમીટર , ઈલેક્ટ્રીક વ્હીલ ચેર, વોકિંગ સ્ટીક સહિતના દરેક નાના મોટા સાધનો રાહત દરે ભાડે તથા વેચાણથી દર્દીઓને મળી રહેશે.
સાથોસાથ આઈ.સી.યુ. સેટ-અપ એટ હોમની સુવિધા રાહત દરે ભાડે તથા વેચાણથી પૂરી પાડવામાં આવશે. તદુપરાંત મેડિકલ સાધનોને સર્વિસ તથા રીપેરીંગ પણ કરી આપવામાં આવશે. અન્ય સેવાઓમાં હોમ સ્લીપ સ્ટડી તથા નર્સિંગ એટ હોમ ની સર્વિસ પૂરી પાડવામાં આવશે.તેજસ વૈદ્ય તથા નીરજ બાખડા દ્વારા શ્રી સદગુરુ કોમ્પ્લેક્સ-1 વાળી શેરી,હરિધામ સોસાયટી,કૃષ્ણ કુંજ સોસાયટી ગાર્ડન સામે હનુમાન મઢી પાસે રૈયા રોડ ખાતે રેડીકલ હેલ્થકેરનું શુભારંભ કરવામાં આવ્યું છે.વ્યક્તિની નસકોરા બોલાવવાની સમસ્યાનું પણ સમાધાન રેડીકલ હેલ્થકેર દ્વારા કરવામાં આવશે.
દર્દીને શ્રેષ્ઠ સગવડ અને સારૂ રીઝલ્ટ આપવા તત્પર:તેજસ વૈદ્ય
રેડિકલ હેલ્થકેરના તેજસ વૈદ્ય જણાવ્યું કે, દર્દીઓને તેમની અપેક્ષા અને તેમની જરૂરિયાત મુજબના સાધનો ભાડે તથા વેચાણથી રાહત દરે આપવા અમે આ સેન્ટર શરૂ કર્યું છે. દર્દીને પાંચ દસ દિવસ માટે જરૂરી હોય એવા બીપી મશીન, પલ્સ મશીન, નેબ્યુલાઇઝર જેવા સાધનો માત્ર 20 રૂપિયા જેવી કિંમતથી ભાડે આપશુ.તદુપરાંત નજીકના દિવસોમાં કોલ્ડ થેરાપી જેવી સારવાર દર્દીઓને પૂરી પાડશું.