રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અધિકારીની કચેરી દ્વારા આજ રોજ રેસકોર્સ ખાતે દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 થી 19 વર્ષના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજ રોજ સિન્થેટિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 100, 200, 400, 800 અને 1500 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિજેતાઓ આવતી 14મી ઓગસ્ટના જૂનાગઢમાં ઝોન કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં સ્પર્ધકો કોઈ પણ એક રેસમાં ભાગ લઈને દોડી શક્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી યુવાનો દોડમાં ભાગ લેવા માટે યુવાનો રેસકોર્સ મેદાને ઉમટી પડ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ઝળહળતા પ્રદર્શન બાદ યુવાનોમાં ઓલમ્પિક ગેમ્સને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે રાજકોટ જિલ્લામાં રમત-ગમત વિભાગ દ્વારા જુદા-જુદા લેવલે દોડનું આયોજન કર્યું હતું.
રમત-ગમત વિભાગ દ્વારા રેસકોર્સ સિન્થેટિક ગ્રાઉન્ડમાં આજ 14 વર્ષની ઉંમરથી લઈ 19 વર્ષની ઉંમર સુધીમાં 100, 200, 400, 800 અને 1500 મીટરમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં 100 મી. માં 20, 200મી. માં 24, 400 મી.માં 26, 800 મી.માં 8 અને 1500 મી. 9 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના એકથી ત્રણ નંબરના વિજેતાઓ આગળ ઝોન કક્ષાએ દોડમાં ભાગ લેશે. આગામી 14મી ઓગસ્ટના જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાના વિજેતાઓ વચ્ચે ઝોન કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના જુદી-જુદી કેટેગરીના 12 દોડવીર જૂનાગઢ ઝોન કક્ષાએ દોડ લગાવશે.