- મોડી રાત્રે આગ લાગી હોવાથી જાનહાની ટળી: સાત એસી,10થી વધુ કોમ્પ્યુટર સહિતના ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાક
- લાઇસન્સ શાખા અને નંબર પ્લેટ વિભાગમાં મોટું નુકશાન
- ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી ત્રણ કલાકના અંતે આગ પર કાબૂ મેળવ્યો
રાજકોટ શહેરમાં રીંગ રોડ પર આવેલ આરટીઓમાં ગઈકાલ મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા ચાર થી વધુ જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં વિભાગ એ માં આવેલ લાયસન્સ શાખા અને નંબર પ્લેટ વિભાગમાં રહેલ ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.જોકે આગ રાત્રીના સમયે લાગ્યા હોવાથી મોટી દુઘર્ટના થતા ટળી હતી.
બનાવ અંગેની વિગતો મુજબ ગઈકાલ રાત્રીના 3 વાગ્યાની આસપાસ આરટીઓમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં ચાર જેટલી ફાયરની ગાડીઓ દ્વારા સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
જ્યારે આગ આરટીઓ બિલ્ડિંગમાં આવેલ વિભાગ એ ની અંદર લાગી હતી જે વિભાગની અંદર લાયસન્સ શાખા અને નંબર પ્લેટ વિભાગ આવેલો હતો. જેથી આ વિભાગની અંદર રહેલા સ્ટેશનરી રેકોર્ડ ફર્નિચર કબાટ અને ઇલેક્ટ્રીક ઉપકરણો જેવા કે 7 એસી 10 થી વધુ કોમ્પ્યુટર અને સીપીયુ સહિતના ઉપકરણો આગની અંદર ભળીને રાખ થયા હતા.
આગની જાણ કરનાર ફસ્ટ પર્સન ખુમાનભાઈ જોરુભાઈએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાત્રીના હું આરટીઓ બિલ્ડીંગ પાસે હતો ત્યારે બિલ્ડીંગના પહેલા માળ ઉપર શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગ્યા હોવાનું જણાતા હું તરત જ પહેલા માળ ઉપર ગયો હતો અને ત્યાં આવેલ પાવર સપ્લાયની મેઇન સ્વિચ મેં બંધ કરી એડ ક્લાર્કને બનાવ અંગેની જાણ કરી હતી અને બાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર ફાઈટર નો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યું હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. આ આગના કારણે લાખો રૂપિયાની નુકશાની થઈ હતી અને જોકે રાત્રીના આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી.
આગના કારણે આજે ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
ગઈકાલે મોડી રાત્રીના આરટીઓ બિલ્ડિંગમાં વિકરાળ આગ ભભુકી પહેલા માળ પર આવેલ વિભાગ એ લાયસન્સ શાખા અને નંબર પ્લેટ વિભાગમાં આગ લાગી હોવાથી તેમાં રહેલ તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો અને રેકોર્ડ મળીને ખાખ થયા હતા.જેના કારણે આરટીઓ વિભાગ દ્વારા આજે ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રાખવામાં આવ્યું છે. હાલા આગની અંદર લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.