શોર્ટ-સર્કિટના કારણે કોમ્પ્યૂટરમાં આગ લાગી: ફાયરના સ્ટાફે ગણતરીની કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો
શહેરમાં ત્રંબા ખાતે આવેલી આર.કે.યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગની બિલ્ડીંગમાં બીજા માળે આવેલી લેબ વિભાગમાં આગ લાગતા નાશભાગ મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને થતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી મહા મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે આ મામલે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે કોમ્પ્યૂટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી.
ત્રંબા ખાતે આવેલી આર.કે.યુનિવર્સિટીના લેબ વિભાગમાં આજે 11:00 કલાકે આગ લાગ્યા હોવાના સમાચાર ફાયર વિભાગને થતા સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદ્નસીબે આગ લાગી ત્યારે કોઇપણ વિદ્યાર્થી કે શિક્ષક લેબ વિભાગમાં ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જ્યારે આગનું કારણ જાણવા તપાસ કરતા બહાર આવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે કોમ્પ્યૂટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. સતત બે કલાક સુધી ધુંવાડાના ગોટેગોટા આકાશમાં ઉડ્યા હતા. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લેતા મોટી જાનહાની ટળી હતી.