રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા શાળાકીય અભ્યાસીક જ્ઞાન ઉપરાંતનું અન્ય જીવન ઉપયોગી વ્યવહારિક જ્ઞાન વિદ્યાર્થીઓને બાલ્યાવસ્થાથી જ મળી રહે તેવા હેતુને ચરિતાર્થ કરવા માટે નલાઈફ સ્કીલ એકટીવીટીથ અંતર્ગત પ્રેપ સેકશનના વિદ્યાર્થીઓ માટે શાળામાં પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણ દ્વારા કલાસ‚મમાં જ શાક માર્કેટનો સેટઅપ ઉભો કરીને વિદ્યાર્થીઓને અલગ-અલગ શાકભાજી બતાવી તેના અંગ્રેજી નામ, તેના ફાયદા, ઉપયોગની રીત વગેરે ખૂબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વજન કાંટા વિષેની પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ઘરેથી જ કાછીયાના વેષ-પરિધાન કરીને શાળાએ આવ્યા હતા અને તેમણે આ બજારમાં કેવી રીતે વેચાણ અને ખરીદી થાય છે તેનું બહું જ સુંદર રીતે પર્ફોમન્સ રજૂ કર્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.