રાજકોટ શહેરના વકીલો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જામનગર રોડ આવેલા ઘંટેશ્વર પાસે રૂપિયા 110 કરોડના ખર્ચે નવી કોર્ટ બિલ્ડીંગનું આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચુડના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ તકકે રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ , સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજીશો પણ ઉપસ્થિત રહ્યા છે.
દ્વારકા અને સોમનાથમાં શિશ ઝુંકાવ્યા બાદ સી.જે.આઈ. ડી.વાય. ચંદ્રચૂડ નવા કોર્ટ બિલ્ડીંગે પહોંચ્યા: બહોળી સંખ્યામાં અતિથીઓની ઉપસ્થિતીમાં નવા કોર્ટ બિલ્ડિંગને ખુલ્લું મૂકાયું
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ડી.વાય. ચંદ્રચુડની દિલ્હીની ફલાઈટ મોડી થતાં દિલ્હીથી ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદકુમાર રાજકોટ હીરાસર એરપોર્ટે ખાતે સાંજે આગમન થયું હતું. છેલ્લી ઘડીએ સોમનાથ જવાનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે. રાજકોટ માં રાત્રી રોકાણ કરવામાં આવ્યું છે. આજે દ્વારિકાધીશ અને સોમનાથના દર્શન કરીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ બપોરે વાગ્યાની આસપાસ રાજકોટ ખાતે હોટેલ સિઝન ખાતેના હેલીપેડ પર તેનું આગમન થશે. સિઝન્સમાં થોડું રોકાણ કર્યા પછી સીધા જ કાર્યક્રમના સ્થળે બપોરે 2:00 વાગ્યાની આસપાસ આવી પહોંચશે.હોટલ સિઝનથી કાર્યક્રમના સ્થળ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ચંદ્રચુડ આજથી બે દિવસ રાજકોટ-સોમનાથ- દ્વારકાની મુલાકાતે આવતા જિલ્લા વહીવટી તંત્ર અને કોર્ટ દ્રારા છેલ્લા ત્રણ દિવસથી તૈયારીઓ ચાલતી હતી પરતું દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે ચીફ જસ્ટીશની ફલાઈટ 30 મીનીટ મોડી આવતા રાજકોટ-સોમનાથના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, ફલાઈટ મોડી થતાં રાજકોટથી હેલિકોપ્ટરમાં સોમનાથમાં રાત્રીના કારણે હેલિકોપ્ટરનું લેન્ડીગ થઈ શકે તેમ ન હોવાથી સીજેઆઈના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીજેઆઈના કાફલાને હિરાસરથી રાજકોટ વચ્ચે ટ્રાફિક ન નડે તે માટે હિરાસર એરપોર્ટ ઉપર ચીફ જસ્ટીશ આવી પહોચતા કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, સુપ્રીમ કોર્ટના જજ અરવિંદકુમાર, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમીશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ દ્રારા ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, ગુજરાત સરકારના કાયદા મંત્રી પટેલ સહિત ઉપસ્થિત રહ્યા છે.
આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ અરવિંદ કુમાર, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એન. વી. અંજારીઆ, રાજકોટના એડમીનીસ્ટ્રેટીવ ન્યાયમુર્તિ એ.જે.શાસ્ત્રી, ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમુર્તિ , રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયધીશ આર.ટી.વાછાણી, કાયદા સચિવ પી.એમ.રાવલ અને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિત સિનિયર જુનીયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટ ખાતે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને કાયદામંત્રીએ સીજેઆઇનું કર્યુ સ્વાગત
રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ ડી.વાય ચંદ્રચુડનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજ્યના કાયદા મંત્રી અને રાજકોટ જિલ્લા તંત્રના વડાઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય વાય. ચંદ્રચુડના હસ્તે રાજકોટ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે.દિલ્લીથી મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ તેમના પત્ની કલ્પના દાસ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, રાજ્યના કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એન.વી અંજારીયા, કાયદા વિભાગના સચિવ પી.એમ.રાવલ, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ આર.ટી.વાછાણીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
110 કરોડના ખર્ચે ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ થયું
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરના વધતા છતાં વિકાસને ધ્યાને લઈ હાઇકોર્ટ દ્વારા જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાસે ₹110 કરોડના ખર્ચે રાજકોટ ખાતે 36,520.00 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં 5 માળના આ નવા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ કોર્ટ બિલ્ડીંગમાં 52 કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશ ઓ માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલઓ માટે બારરૂમ, સરકારી વકીલ ઓ માટે ચેમ્બરો, જજીસઓ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારઓ માટે કેન્ટીન, કોર્ટનાં સ્ટાફ – અરજદાર. ઓ માટે પાર્કીંગ અને જજીસ ઓ માટે અલગથી પાર્કીંગ, લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ તથા મુદ્દામાલ રૂમ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ દિવ્યાંગો
માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.અંદાજિત 750 થી 800 વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર આ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયું છે.હાલ 39 કોર્ટો રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરે છે. આ નવું બિલ્ડિંગ બનવાથી 52 કોર્ટો એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે.
ચીફ જસ્ટીસના હસ્તે ખુલ્લું મુકાયેલું નવ નિર્મિત ન્યાય મંદિરને રંગબેરંગી ફૂલોથી શુશોભીત કરાયું
રાજકોટના ઘંટેશ્વર મુકામે 14 એકરના પરિસરમાં નિર્માણ પામેલ ન્યાય મંદિર (નવી જિલ્લા કોર્ટ) નું ઉદઘાટન માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી ડી.વાય.ચંદ્રચુડના હસ્તે આજ રોજ કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર સંકુલને ફૂલ છોડથી સુશોભિત કરી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવા કોર્ટ સંકુલમાં કુલ પાંચ માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કક્ષાઓની કુલ 50 જેટલી કોર્ટ કાર્યરત થનાર છે. આ નવા કોર્ટ સંકુલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટર, ઈ સેવા કેન્દ્ર, એ.ડી.આર. સેન્ટર, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સિલની કચેરી, મીડિયેશન સેન્ટર, કાઉન્સેલિંગ સેન્ટર, કોલ આઉટ ફંક્શન, ઈ ફાઈલિંગ ફોર કોમર્શિયલ કોર્ટ, વિટનેસ ડિપોઝિશન સેન્ટરનો સમાવેશ થયેલો છે.