ભગવાન શિવજી વિશે વાણી વિલાસ કરનાર

ઠેર ઠેર સ્વામીના પોસ્ટરની હોળી કરાઈ: આનંદ સાગર સ્વામી સામે ગુનો દાખલ કરવા માંગ

પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલું બેફાણ વાણીવિલાસ તેમને ભારે પડ્યું છે. ભગવાન શિવજી વિશે કરેલી ટિપ્પણીથી શિવ ભક્તો અને સનાતન સેવકોમાં આક્રોશ ફેલાયો છે. પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આનંદ સાગર સ્વામીએ શિવજી વિશે અશોભનીય ટિપ્પણી અમેરિકાના બોસ્ટન શહેરથી સોશ્યલ મીડિયા મારફત કરી હતી જે બાદ હિન્દૂ ધર્મના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ મામલે આનંદસાગરે માફી માંગી છે. શ્રી પંચનામ જૂના અખાડાના મહંત નરેન્દ્ર સોલંકીએ સ્વામીને હાંકી કાઢવા  માંગ કરી છે. તો કરણીસેનાએ કહ્યુ- માફી નહીં માગે તો ટીંગાટોળી કરીશું. તેમજ શિવ ભક્તોએ કહ્યું કે, પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા દેખાડવાનો આ હીન પ્રયાસ છે.સંતને આવી વાણી ક્યારેય ન શોભે. મહાદેવ સૃષ્ટિના સર્જનહાર છે. સાધુ આનંદ સાગરને ગાદી પરથી હટાવો. આવા સંત સંત કહેવાને લાયક નથી. સાધુ આનંદ સાગર જાહેરમાં માફી માંગે. તો બીજી તરફ, ભગવાન શિવજી પર વાણીવિલાસ કરનારા આનંદસાગર સ્વામી સામે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બ્રહ્મ સમાજના લોકોએ રાજકોટમાં આનંદસાગર સ્વામીના પોસ્ટરો સળગાવી વિરોધ દર્શાવ્યો.

IMG 20220906 WA0010

પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગરદાસ સ્વામીના વાણી વિલાસનો મામલો હવે મંદિરો સુધી પહોંચ્યો છે. સોખડા હરિધામ મંદિરે આ સમગ્ર વિવાદથી છેડો ફાડ્યો છે. શ્રી હરી આશ્રમના લેટર પેડ પર પ્રેસ નોટ બહાર પાડી મંદિરે છેડો ફાડ્યો છે. હરિધામ સોખડા મંદિરના સેક્રેટરી જેએમ દવેએ જણાવ્યું કે, આનંદ સાગરદાસ સ્વામીએ મહાદેવ વિશે કરેલ અપમાનજનક ટિપ્પણીથી હરિધામ સોખડાને કોઈ સંબંધ નથી. આનંદ સાગરદાસ સ્વામી 21 એપ્રિલે પ્રબોધ સ્વામી સાથે મંદિર છોડીને ચાલ્યા ગયા હતા.શ્રી પંચનામ જુના અખાડા મહામંડલેલેશ્વર અને શ્રી આપગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ સ્વામીની ટિપ્પણીઓ અંગે કહ્યું કે, આ વાણીવિલાસ કરવામાં આવ્યો છે. મારે આ સ્વામીને અને સોખડા સંપ્રદાયના લોકો હું કહું છું કે એમના અનુયાયીઓએ આવા સ્વામીઓને કાઢી મુકવા જોઈએ. દેવોના દેવ છે મહાદેવ, સોખડા સંપ્રદાયને અમે કહેશું તો અમે કોઈના વિરોધી નથી. આ લોકો બજારમાં રહેવા માટે અનાબ શનાબ બોલે છે.

આનંદસાગર સ્વામીએ કરેલા નિવેદનથી સાધુ સમાજમા ભારે રોષ જોવા મળ્યો છે. રામેશ્વર બાપુએ આવા નિવેદનની નિંદા કરવી જોઈએ અને સાધુને આવુ નિવેદન ન શોભે તેવી વાત કહી હતી. તો રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજાએ ચીમકી આપતા કહ્યું કે, આનંદસાગર સ્વામી જાહેરમાં સ્ટેજ પરથી માફી માંગે નહિ તો, ટીંગાટોળી કરવાની ફરજ પડશે.

આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ વિશે શું કહ્યું હતું ?

વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીતભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીતભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી  નિશીતભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપ સૌને થઈ છે.

આનંદ સાગર સ્વામી વિરુદ્ધ ગુનો દાખલ કરવા બ્રહ્મદેવ સમાજ મેદાને

ભગવાન શિવજી પર વાણીવિલાસ કરનારા આનંદસાગર સ્વામી સામે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધવા બ્રહ્મ સમાજ મેદાનમાં આવ્યું છે. બ્રહ્મ સમાજના લોકોએ રાજકોટમાં આનંદસાગર સ્વામીના પોસ્ટરો સળગાવી વિરોધ દર્શાવ્યો હતો. બ્રહ્મદેવ સમાજ દ્વારા બી ડિવિઝન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આનંદ સાગર સ્વામીના પોસ્ટર સળગાવીને વિરોધ કરાયો.

સ્વામી વિરૂધ્ધ ફરિયાદ કરનારનો કેસ નિ:શુલ્ક લડવા બારનું એલાન

અમેરિકાના બોસ્ટન શહેરમાં પ્રવચન દરમિયાન પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી વિશે વિવાદિત નિવેદન આપતા સમગ્ર સાધુ સંતો અને શિવભક્તો સહિત બ્રહ્મ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રવચન દરમિયાન પ્રબોધ સ્વામીએ કહ્યું હતું કે ભગવાન શિવજીએ કચ્છના હરિભક્ત નિશિથના ચરણસ્પર્શ કર્યાનો પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ આ સમગ્ર મામલો ઉગ્ર બનાયો હતો.

આનંદ સાગર સ્વામીની મહાદેવ પર ટિપ્પણી મામલે રાજકોટના સાધુ સંતો બાદ વકીલોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પી.સી.વ્યાસ, અશ્વિન ગોસ્વામી, મનીષ ખખ્ખર, તુષાર બસલાણી સહિતના વકીલોએ સિવિલ કોર્ટ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં આનંદ સાગર સ્વામી વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જો ફરિયાદ નોંધવામાં આવશે તો ફરિયાદ પક્ષે નિ:શુલ્ક કેસ લડવામાં આવશે તેવી ખાતરી બાર એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.