- જૂની કલેકટર કચેરી ખાતે પ્રાંતને આવેદન પાઠવ્યું : મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદી હિન્દૂ વ્યક્તિના નામે દસ્તાવેજ કર્યાનો આરોપ : અગાઉ કલેકટરને આવેદન અપાતા ધાક-ધમકી મળ્યાની પણ રાવ
શહેરના વિવેકાનંદનગરમાં અશાંતધારાના ઉલ્લંઘન મામલે સ્થાનિકો દ્વારા જૂની કલેકટર કચેરી ખાતે પ્રાંતને આવેદન પાઠવી ધરણા કરવામાં આવ્યા હતાં. આ વિસ્તારમાં મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદી હિન્દૂ વ્યક્તિના નામે દસ્તાવેજ કર્યાનો આરોપ લગાવાયો છે. ઉપરાંત સ્થાનિકો દ્વારા અગાઉ કલેકટરને આવેદન અપાતા ધાક-ધમકી મળ્યાની પણ રાવ કરવામાં આવી હતી.
આ મામલે સ્થાનિક જ્યોત્સનાબેન દુધાત્રાએ જણાવ્યું હતું કે કોઠારીયા રોડ ઉપર આવેલ વિવેકાનંદનગર શેરી નં.4માં દિવ્યાબેન ટાંકનું મકાન હતું. તેઓએ આધારે દોઢ માસ પહેલા તેમનું મકાન જય સોજીત્રાને વેચ્યું હતું. આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ હોવા છતાં મુસ્લિમ વ્યક્તિએ મકાન લીધેલ છે. દસ્તાવેજ જય સોજીત્રાના નામે કરેલ છે. જો કે આ મામલે અગાઉ કલેકટર કચેરીમાં રજૂઆત થતા ધાક-ધમકી પણ મળી હતી. આ મામલે ભક્તિનગરમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.