મેમ્બરશીપ માટે રજિસ્ટ્રેશન શરૂ: સેમિનારમાં ટેકનીકલ, રેરા, જીએસટી વિષયે પણ જાણકારી અપાશે: એસો.ના હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ પ્રોપટી કન્સલટન્ટ એસો. દ્વારા કાલે સાંજે ૬ વાગ્યે હોટલ ધ ગ્રાન્ડ ઠાકર, ફર્સ્ટ ફલોર, જયુબેલી ગાર્ડન સામે, જવાહર રોડ, રાજકોટ ખાતે રીયલ એસ્ટેટ વિષયે એસો. સાથે જોડાયેલા સભ્યો માટે માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાર્ષિક ફંકશનમાં એકાઉન્ટસ, ટી.પી., લીગલ, ટેકનીકલ, રેરા, જીએસટી તથા ઓલ પ્રોપર્ટી રીલેટેડ કામનું માર્ગદર્શન આપવામાં આવશે.
સેમીનારની સફળતા માટે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા એસો.ના પારસ વસા, કેતન મહેતા, નિરજ ખંબાતી,સાવન વોરા વગેરેએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કાલે એસો.નું ૨૦૧૮-૧૯નું વાર્ષિક ફંકશન હોય જેમાં રીયલ એસ્ટેટ ઉપર ચર્ચા-વિચારણા તેમજ એકાઉન્ટસ રીલેટેડ માર્ગદર્શન આપવામાં આવશે. આ ખાસ સેમીનારમાં સંદીપભાઈ સાવલીયા (બિલ્ડર એપલ ગ્રુપ), એમ.ડી.સાગઠીયા (ટીપીઓ), લલીતભાઈ કાલાવડીયા (એડવોકેટ), ધ્રુવિકભાઈ તળાવીયા (બિલ્ડર), નલીનભાઈ ઝવેરી (આત્મીય), સમીરભાઈ કાલરીયા (બિલ્ડર સિલ્પન શ્યામલ ગ્રુપ), ધર્મેન્દ્રભાઈ મિરાણી (પ્રેસીડેન્ટ સિવિલ એન્જી. કન્સલ્ટન્ટ), રૂષીતભાઈ પટેલ (રેરા), કાર્તિકભાઈ પારેખ (સીએ એન્ડ જીએસટી) અને મૌતીક ત્રિવેદી (આર્કિટેકટ) વગેરે હાજરી આપનાર હોવાનું જણાવ્યું હતું.
એસોસીએશનમાં સભ્યપદની નોંધણી ચાલુ હોય ત્યારે રસ ધરાવતા સભ્યોએ રાજકોટ પ્રોપર્ટી કnsલ્ટન્ટ એસો.ની ઓફિસ, મેઘનંદ હોલીડેઈઝ, ૧૧૦ સિટી શોપ,પીપી ફૂલવાલા નજીક, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ મો.નં.૮૧૨૮૯૦૦૧૦૦ પર સંપર્ક કરો.