સેમિનારમાં પ્રોપર્ટી લે-વેંચને લગતા એકાઉન્ટ, ટીપી, લીગલ, ટેકનીકલ, રેરા, જીએસટી સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોએ ઉપસ્થિત રહીને માહિતી આપી
શહેરમાં પ્રોપર્ટી લે-વેંચનું કામ કરતા ક્ધસલ્ટન્ટોના રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ‘સ એસોસીએશન દ્વારા ગઈકાલે એક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ શહેરની ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે યોજાયેલા આ સેમીનારમાં એસોસીએશનના રેરા, જીએસટી સહિતની પ્રોપર્ટીને લગતી વિવિધ ક્ષેત્રોને લગતી માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાંતો માહિતી આપવા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ પ્રોપર્ટી ક્ધસલટન્ટ એસોસીએશન દ્વારા યોજાયેલા આ જાગૃતિ સેમિનારમાં અગ્રણી બિલ્ડરો એવા એપલગ્રુપના સંદીપભાઈ સાવલીયા, શિલ્પીન અને શ્યામલ ગ્રુપના સમીરભાઈ કાલરીયા, ધ્રુવિકભાઈ તલાવીયા, મનપાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા, સિવિલ એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મીરાણી, રેરાના નિષ્ણાંત રૂષિતભાઈ પટેલ જીએસટીનાં નિષ્ણાંત સી.એ. કાર્તિકભાઈ પારેખ, આર્કીટેક મૌલિકભાઈ ત્રિવેદી, અને પ્રતિકભાઈ ડઢાણીયા, એડવોકેટ લલીતભાઈ કાલાવડીયા, આત્મીય ઈન્સ્ટીટયુટના નલીનભાઈ ઝવેરી સહિતના નિષ્ણાંતોએ પ્રોપર્ટીને લગતા વિવિધ ક્ષેત્રો અંગેની માહિતી આપી હતી.
આ સેમિનારને સફળ બનાવવા એસોસીએશનના સ્થાપક પ્રમુખ સાવનભાઈ વોરા, ઉપપ્રમુખ પારસ વસા, મંત્રી કેતન મહેતા, ખજાનચી નિરજ ખંભાતી, કમિટી મેમ્બરો અર્પિત શાહ, જસ્મીન શેઠ, અનિલ ઉદાણી, મુંજલ ચૌહાણ, પ્રકાશભાઈ શાહ, શૈલેષભાઈ શાહ, મનસુખ જીજુંવાડીયા સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં એસોસીએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોપર્ટી લે–વેંચને લગતા તમામ ક્ષેત્રોની માહિતી આપવાનો સેમિનારનો ઉદેશ્ય: સાવનભાઈ વોરા
આ એસોસીએશનના ફાઉન્ડર પ્રેસીડેન્ટ સાવનભાઈ વોરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે સેમિનારનો હેતુ બ્રોકર કમ્પ્યુનીટી માટે છે. જે પ્રોપર્ટીને લગતુ કામ કરતા હોય તે અપગ્રેડ કેવી રીતે થઈ શકે અને આગળ કાર્ય કેવી રીતે થઈ શકે તે માટેનો સેમિનાર છે. આર્કિટેકથી લઈને બિલ્ડર સુધીના બધા જ આમા ભાગ લીધો છે. નાનામાં નાનો લીગલ પોઈન્ટ જેમકે જીએસટી, વેરા, અકાઉન્ટસ, સ્ટ્રકચરના નોલેજ માટેની આ ડીસકશન પેનલ ઉપર સેમીનાર યોજાયો છે. ૧૧ લોકોની કુલ પેનલ બધા જ મુદે ચર્ચા કરે છે.અમારા ૬૫ થી ૭૫ રજિસ્ટર બ્રોકર છે. એ લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાંત તરીકે સમીરભાઈ કાલરીયા, સંદીપભાઈ સાવલીયા, ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોએ વિગતવાર માહિતી આપી હતી: પ્રકાશભાઈ શાહ
રાજકોટ પ્રોપર્ટી એસોસીએશન કનસલન્ટન્ટનો હેતુ છે. સંગઠન, એક નોલેજ અપગ્રેડનો સેમીનાર હતો. તથા એક જ પ્લેટફોર્મ ઉપર બ્રોકર મીટીંગ તેમ જણાવી એસોસીએશનના કમિટી મેમ્બર પ્રકાશભાઈ શાહે અબતક સાથેની વાતચીતમા ઉમેર્યું હતુ કે સારામાં સારા લોકોમાં નોલેજ અપગ્રેડ થાય તે હેતુથી રાજકોટમાં નામાંકિત, બિલ્ડર, એડવોકેટસ, ટી.પી.ઓ, આરએમસીના સાગઠિયા, સમીરભાઈ કાલરીયા, શિલ્પન શ્યામલ ગ્રુપ, આર.કે. ગ્રુપ એ ભાગ લીધો હતો. તથા રેરા વિશેની માહિતી આપવા માટે ઋષિતભાઈ પટેલ હાજર રહ્યા હતા. જે જાણે દરેક બ્રોકરને રેરા અંગેની બધી જ માહિતી આપી હતી.