પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામું

શાંતિપૂર્ણ તહેવાર ઉજવાય તે અંગે આયોજકો સાથે બેઠક યોજી

ગણપતિ મહોત્સવનો પર્વ આગામી તારીખ 19થી 29 સુધી  આવી રહ્યો છે ત્યારે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ ગઈકાલે તે સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જેમાં ગણપતિ બપ્પાની 9 ફૂટથી વધુ ઉંચાઈની મૂર્તિ રાખવા અને ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હો મુકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ તકે મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે પણ બેઠક યોજી શાંતિપૂર્ણ મહોલા તહેવાર ઉજવાય તે અંગે બેઠક યોજી ચર્ચાઓ કરી હતી જેમાં 55 જેટલા આયોજકો હાજર રહ્યા હતા.

પોલીસ કમિશ્નરના જાહેરનામાંમાં જણાવાયું છે કે ભગવાન ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા, વેચવા કે સ્થાપના કરવા ઉપર, મૂર્તિ બેઠક સહીત 9 ફૂટથી વધુ ઉંચી બનાવવા ઉપર, નક્કી કરેલા વિસર્જનના સ્થળો સિવાય અન્ય કોઈ નદી, તળાવમાં વિસર્જન કરવા ઉપર, મૂર્તિની બનાવટમાં ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર, કોઈપણ ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હો કે મૂર્તિઓ બનાવવા ઉપર, નક્કી કરેલા રૂટ સિવાયના રૂટ ઉપર વિસર્જન સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ ઉપરાંત દરેક આયોજનના સ્થળે ફરજીયાત સીસીટીવી અને ક્ષયર સેફ્ટીના સાધનો રાખવા જણાવાયું છે.જયારે આયોજકો સાથે આયોજનના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા, ટ્રાક્ઝિામ ન થાય તેની તકેદારી રાખવા સહિતના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.