રાજકોટના અને હાલમાં અમદાવાદની એલ.ડી. કોલેજના ઈ.સી. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ભાવિન સેદાણીનું ઈન્સ્ટીટયુશન ઓફ ઈલેકટ્રોનિક એન્ડ ટેલીકોમ્યુનિકેશન આઈઈટીઈ અમદાવાદ સેન્ટર ખાતે આઈઈટીઈ ફાઉન્ડેશન ડેના દિવસે ઈસરોના ડે. ડાઈરેકટર ડો. રાજકુમારના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતુ.
આઈઈટીઈ ફાઉન્ડેશન કે ને યાદગાર બનાવવા માટે વર્ષ દરમિયાન જે આઈઈટીઈ મેમ્બર્સને પ્રતિષ્ટિત ઈન્ટરનેશનલ કે નેશનલ એવોર્ડ મળ્યા હોય તેઓની અરજી લેવામાં આવેલી હતી. જેમા આવેલી અરજીઓમાંથી ઈસરોના બે સાયન્ટિસ્ટ સુધીર રાવલ તથા સીએન જોષી અને એન્જિનિરીંગ ટીચર્સમાંથી વર્ષ દરમિયાન મળેલ પ્રતિષ્ટિત એવોર્ડ બદલ આઈઈટીઈના ફેલો મેમ્બર ડો. ભાવિન સેદાણીનું સિલેકશન થયું હતુ.
કાર્યક્રમના પ્રારંભે બોમ્બેના ડો. સૂર્યા દુર્ભા બે બિગ ડેટા વિષય પર એકસપર્ટ લેકચરર આપ્યું હતુ આ કાર્યક્રમમાં ઈસરોના સાયન્ટિસ્ટ આર.એન. ગાયકવાડ આઈઈટીઈ અમદાવાદના ચેરમેન વી.કે.જૈન સેક્રેટરી વી.કે. મકવાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈસરોના ડે. ડાઈરેકટર ડો. રાજકુમારના હસ્તે ડો. ભાવિન સેદાણીનું બહુમાન કરવામાં આવ્યું હતુ તે બદલ આઈઈટીઈના ચેરમેન સેક્રેટરી ફેલો મેમ્બર્સ એ અભિનંદન પાઠવ્યા હતા.