હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે
સરકારની સૂચના મુજબ હવેથી ખાનગી હોસ્પિટલને જ રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવી દેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર તંત્રના માર્ગદર્શન હેઠળ આજરોજ ખાનગી હોસ્પિટલોને 800 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાના દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત પડે ત્યારે દર્દીના પરિવારજનોને ઇન્જેક્શન મેળવવા માટે ભારે ભાગદોડ કરવી પડતી હતી. આ ઉપરાંત ઇન્જેક્શન ન મળતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી હતી. જેને પગલે સરકારે ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવાનો આદેશ કર્યો છે. જેથી તે હોસ્પિટલમાં દાખલ દર્દીને સરળતાથી ઇન્જેક્શન જરૂર પડે ત્યારે મળી શકે.
આ આદેશને પગલે જિલ્લા કલેકટર તંત્રના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોને જરૂરિયાત મુજબ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. આજ રોજ તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોને 800 ઈન્જેકશન આપવામાં આવ્યા છે.
ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ ન હોય તે દર્દી વોટ્સએપ કરી ઇન્જેક્શન મેળવી શકશે
ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ ન હોય તે દર્દી માટે તેમના પરિવારજને કલેકટર તંત્ર દ્વારા જાહેર કરાયેલા વોટ્સએપ નંબર ઉપર કોરોના સંક્રમિત દર્દીનું આધારકાર્ડ, આરટીપીસીઆર કે સિટી સ્કેન રિપોર્ટ અને ઇન્જેક્શનની ભલામણ કરનાર એમડીનું પ્રિસ્ક્રિપ્શન મોકલવાનું રહેશે.જેના આધારે ડોકટરના માણસને હેલ્પલાઇનમાંથી સૂચના મળયે ઇન્જેક્શન મળી જશે.
- વોટ્સએપ નંબર
- 9974073450, 9974583255
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રેમડેસિવીર ઇન્જેક્શનના સ્ટોકની માહિતી આપવા ખાસ હેલ્પલાઇન જાહેર
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રેમડેસિવીર ઇન્જેક્શનના સ્ટોકની માહિતી આપવા માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઇન નંબરમાંથી ક્યાં મેડીકલ સ્ટોર ઉપર હાલ જથ્થો ઉપલબ્ધ છે તે અંગેની માહિતી લોકો મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. ત્યારે હોમ આઇસોલેટ દર્દીની જરૂરિયાત પૂર્ણ કરવા તેમજ કોઈ ઇમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવા માટે મેડિકલ સ્ટોરને પણ જથ્થો આપવામાં આવી રહ્યો છે.
- હેલ્પલાઇન નંબર
- 9974073150, 9974073350
- 9974583955, 9974584755