ખાદ્યતેલના આયાત પર અંકુશ મુકવા કરી માંગ…
રાજકોટમાં આ વર્ષે મગફળીનું વાવેતર ઓછું થવાથી તેલીબિયા સંગઠન દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ખાદ્ય તેલની આયાત પર અંકુશ લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ ગુજરાત ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠનનો પ્રધાનમંત્રી પત્ર લખી ખાદ્યતેલના આયાત પર અંકુશ મુકવા માંગ કરી છે. ખરીફ પાકની સિઝન નવેમ્બરથી શરૂ થાય તે પહેલાં અમલ કરવા માંગ કરવામાં આવી છે. નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 સુધીમાં ખાદ્યતેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા છે. આયાત પર નિયંત્રણ મુકવાથી ખાદ્યતેલમાં આંશિક વધારો આવશે પણ લાંબા ગાળે ફાયદો પણ થશે. ખાદ્યતેલોની આયાત પર નિયંત્રણ મૂકવામાં આવે તો સ્થાનિક તેલીબિયાના ભાવ જળવાઈ રહેશે, જેનાથી ખેડૂતો વેપારીઓ અને ઓઈલ મિલરોને ફાયદો થશે. ગત વર્ષ 17.09 લાખ