વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવાનું શરૂ, અંદાજે 50 હજાર લોકો થશે એકત્રિત : ભાજપ દ્વારા પણ રોડ-શોને લઈને તૈયારીઓનો દૌર
27મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ સભાને સંબોધવાના હોય, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.27ને ગુરૂવારે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની મુલાકાતે આવી પહોંચનાર છે. આ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ હીરાસર એરપોર્ટ, સહિતના રૂા.2000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
આ અંગે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત દરમ્યાન તેઓ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરનાર છે. વડાપ્રધાન મોદી આગામી તા.27ને ગુરૂવારે બપોર બાદ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે ત્યારબાદ હિરાસર એરપોર્ટથી વડાપ્રધાન મોદીનો કાફલો હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટમાં આવી પહોંચશે.
રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધીના 1.5 કિલોમીટરના આ રૂટ પર વિવિધ 140 જેટલી સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. આ ઉપરાંત ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે.હાલ આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રેસકોર્ષ સાથે તેની કમિટીના માર્ગદર્શન હેઠળ વોટર પ્રુફ જર્મન ડોમ બનાવવામાં આવી રહ્યો છે.નાહુ અંદાજે 50 હજાર જેટલા લોકો એકત્ર થવાના છે. બીજી તરફ વડાપ્રધાનના એરપોર્ટથી રેસકોર્ષ સુધીના રોડ શો માટે પણ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આટલી સમિતીઓ તૈયારીમાં લાગી
- મુખ્ય કાર્યક્રમની વ્યવસ્થાપક સમિતી (હીરાસર એરપોર્ટ)
- રાજકોટ એરપોર્ટ ખાતેની સ્વાગત સમિતી
- મંડપ બાંધકામ અને ઇલેકટ્રીફીકેશન વ્યવસ્થાપન સમિતી
- સેકટર વાઇઝ બેઠક વ્યવસ્થા સમિતી
- મોબીલાઇઝેશન સમિતી
- પાકિંગ સમિતી
- નિમંડલ સમિતી
- પ્રેસ મીડીયા વ્યવસ્થાપક સમિતી
- એકોમોડેશન અને કેટરીંગ સમિતી
- એર કુ લાયઝનીંગ સમિતી
- ફિલ્મ નિદર્શન અને ઇ-તકતી સમિતી
- સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતી
- પાસ વિતરણ સમિતી
- બેનર પોસ્ટર વ્યવસ્થાપક સમિતી
- પીવાના પાણીની વ્યવસ્થાપક સમિતી
- સુશોભન અને સ્વચ્છતા સમિતી
- ટેલીફોન, હોટલાઇન, ફેકસ, લાઇવ પ્રસારણની વ્યવસ્થાપક સમિતી
- આરોગ્ય સમિતી
- ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થાપક સમિતી
- ફુડ ચેકીંગ સમિતી
- કોર કમિટી