પાસની કિંમત રૂ.50 તથા બાળકોને ફ્રીમાં એન્ટ્રી
સતત ચોથા વર્ષે એક દિવસીય સમસ્ત પ્રજાપતિ સમાજની રાંત્રી વેલકમ નવરાત્રી એટલે પ્રજાપતિ રાસોત્સવ-2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારિક વાતાવરણમાં ચાર હજારથી વધુ ખેલૈયાઓ મન મુકીને રમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રફુલ કુકડીયાએ જણાવ્યું હતું કે પ્રજાપતિ રાસોત્સવ-2022 માં પ્રિન્સ અને પ્રિન્સેસ થનારને ઇનામો આપવામાં આવશે. પાસ ની કિંમત રૂ. 50 તથા બાળકો ફ્રી આ કાર્યક્રમમાં ફકત પ્રજાપતિ સમાજના લોકો જ ભાગ લઇ શકશે.
તા. 25-9 અને સાંજે 8.30 વાગ્યાથી શરુ થશે તેમજ લીયો લાયન્સ ગ્રાઉન્ડ અમિન માર્ગ કોર્નર, 1પ0 ફુટ રીંગ રોડ પર વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિકયુરીટી અને આખા ગ્રાઉન્ડમાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા વચ્ચે ચાર હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે અને 1000 થ વધુ લોકો નિહાળી શકે તેમજ વી.વી.આઇ. પી. બેઠક વ્યવસ્થા સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં બોમ્બેનું પ્રખ્યાત ઓરકેસ્ટ્રા ગ્રુપ અને સિંગર શબ્બીર દેખેયા, હર્ષા ગઢવી, તરુણ પંડયા પોતાના મધુર અવાજ ના સંગાથે ખેલૈયાઓને સંગીતના તાલે ઝુમાવશે. તેમજ ગ્રાઉન્ડ માં ખૈલૈયાએમાં ઉત્સાહ વધારવા માટે એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ અને ફાયર એન્ડ વોટર દ્રમની વ્યવસ્થા કરેલ છે તથા આયોજકોએ નિર્ણાયક તથા તટસ્થ જજ ની ટીમ તૈયાર કરેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશ સવનીયા, પ્રફુલ કુકડીયા, વિજય ગોહેલ, દિલીપ છાયા, રાજેન જાદવ, અરવિંદ ગોહેલ, શૈલેષ ટાંક, કેતન નેના, વિમલ પાનખણીયા, મહેશ ભરડવા, વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.પાસ મેળવવાના સ્થળ એડ્રોઇટ કોર્પોરેશન, 219 કોસ્મો કોમ્પ્લેકસ કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક, એસ.જે. આઇ.ટી.સોલ્યુશન પ્રાઇવેટ લી. 451 જાસલ કોમ્પ્લેકસ નાણાવટી ચોક, શ્રી પ્રજાપતિ શરાફી સહકારી મંડળી લી. ચંદ્રેશનગર ચોક પાસે આર્ય સ્કુલની સામે, કુંજ પ્લાયવેડ એન્ડ હાર્ડવેર બાદલ કોમ્પલેક્ષ, ઘંટાકર્ણ મંદિરન સામે રૈયા સર્કલ, શ્રી રામ પ્લાયવુડ એન્ડ હાર્ડવેર ઓમનગર બસ સ્ટોપ સામે, તપસ્વી આર્ટ એન્ડ ક્રિએશન કારડીયા રાજપુતની વાડીની બાજુમાં મળશે.