- પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટમાં ડાક સેવાઓની કરી સમીક્ષા, શકયો હાંસલ કરવા પર ભાર મુક્યો
- માત્ર પત્રો અને પાર્સલ જ નહી પોસ્ટ વિભાગ લોકોને ઘરે બેઠા સરકારનો તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડી રહ્યા છે- પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે
- નાણાકીય સામાવિશન, ડિજિટલ ઇન્ડિયા અને અંત્પોદયમાં ડાક વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.- પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Rajkot :ટપાલ સેવાઓ અધતન ટેકનોલોજી અપનાવીને સતત નવા પરિમાણો સર્જી રહી છે. ત્યારે બદલાતા વાતાવરણમાં પાલ વિભાગ નાણાકીય સમાવેશ સરકારની તમામ લોકકલ્યાણ યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. આ ઉદ્રાર સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ 23 સપ્ટેમ્બરના રોજ ક્ષેત્રના વિભાગીય વડાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું હતું. ત્યારે રાજકોટના પ્રવર ડાક અધિક્ષક એસ. કે. બુંકરે રાજકોટમાં પ્રથમ વખત આગમન કરેલા પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કર્યું અને પરિક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને પ્રાપ્ત સિદ્ધિઓની માહિતી આપી.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પત્ર અને પાર્સલની સાથે ટપાલ વિભાગમાં સેવિગ્સ બેંક, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો. કોમન સર્વિસ સેન્ટર અને ડાક નિર્યાત કેન્દ્ર પણ કાર્યરત છે. તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. CELC હેઠળ તમામ સેવાઓ જેવી કે ઘરે બેઠા બાળકોના આધાર બનાવવા, મોબાઇલ અપડેટ કરવા, ડિજિટલ જીવન પ્રમાણપત્ર DBT, બિલની ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલમાં કુલ 45 લાખથી વધુ બચત ખાતા લગભગ 9.39 લાખ, IPPB ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા અને 37,000 મહિલા સમ્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, 426 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે. અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. અને 91,000 લોકોએ પોસ્ટ ઓફિસ મારફત આધાર નોંધાવ્યું અથવા અપડેટ કર્યું છે. જ્યારે 76,000 લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટન્ટ્સ બેંક દ્વારા CELCમાંથી લાભ મેળવ્યો છે. 30,000 કરતાં વધુ લોકોએ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મારફત 15 કરોડ રૂપિયાના ચુકવણા ઘરના દરવાજે મેળવ્યા છે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના દિવસોમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ તે જ સમયે સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, જાહેર ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટ મંડળના પ્રવર ડાક અધિક્ષક એસ. કે. બુંકર, સહાયક નિર્દેશક એમ. એચ. હરન, આર. આર. વિરડા, જે. કે. હિગોરાણી, કે. એસ. ઠક્કર, રાજકોટ પ્રવર ડાકપાલ અભિજીત સિંહ, PSD ડાક અધિક્ષક એમ. ડી. દાનાણી, અમરેલી મંડળના ડાક અધિક્ષક બી. એન પટેલ, ભાવનગર મંડળના ડાક અધિક્ષક ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડળના ડાક અધિક્ષક ,કે. એસ. શુક્લા, જામનગર મંડળના ડાક અધિક્ષક વિપુલ ગુપ્ત, જૂનાગઢ મંડળના ડાક અધિક્ષક એ. એચ. ચાવડા, પોરબંદર મંડળના ડાક અધિક્ષક આર. જે. પટેલ, કચ્છ મંડળના ડાક અધિક્ષક એમ. એમ. રાઠોડ, સુરેન્દ્રનગર મંડળના ડાઇ અધિક્ષક એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી જુગલ કિશોર, IPPB પ્રદેશ પ્રબંધક રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.