કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હોલ પેક: સતત પૂછપરછ
દિવાળીના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ લગ્નસરાની સિઝન શરૂ થઇ જશે. કોર્પોરેશનના અલગ-અલગ કોમ્યુનિટી હોલમાં દિવાળી બાદ લગ્ન પ્રસંગ માટે કુલ 322 જેટલા બુકીંગ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોટાભાગના તમામ કોમ્યુનિટી હોલ હાલ પેક થઇ ગયા છે. હજુ લોકોની સતત પૂછપરછ ચાલુ છે.
કોર્પોરેશનના અલગ-અલગ 19 કોમ્યુનિટી હોલમાં કુલ 27 જેટલા યુનિટ આવેલા છે. જે લગ્ન પ્રસંગ સહિતના વિવિધ સામાજીક પ્રસંગો માટે અરજદારોને ખૂબ જ વ્યાજબી ભાવમાં ભાડે આપવામાં આવે છે. દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થતી હોય તમામ કોમ્યુનિટી હોલમાં હાલ બુકીંગ ફૂલ થઇ જવા પામ્યું છે. લગ્ન પ્રસંગ માટે 322 બુકીંગ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડ નં.13માં વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલમાં બે યુનિટ, માયાણી ચોકમાં પ્રતાપભાઇ ડોડીયા અને મનસુખભાઇ ઉધાડ કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.7માં જાગનાથ વિસ્તારમાં એકલવ્ય કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.2માં ગુરૂ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.5માં પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલના બે યુનિટ, વોર્ડ નં.15માં મોહનભાઇ સરવૈયા હોલના બે યુનિટ, વોર્ડ નં.3માં ગાયકવાડી વિસ્તારમાં ગુરૂ નાનક કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.17માં કોઠારીયા રોડ પર વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ, રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલના બે યુનિટ, વોર્ડ નં.1માં નાનજીભાઇ ચૌહાણ અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.14માં ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.7માં અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.6માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.16માં કાંતિભાઇ વૈદ્ય કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.15માં થોરાળા મેઇન રોડ પરનો કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.10માં અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલના બંને યુનિટ, વોર્ડ નં.4માં મોરબી રોડ પર નવનિર્મિત કોમ્યુનિટી હોલના બંને યુનિટ તથા વોર્ડ નં.9માં અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલના એ.સી. અને નોન એ.સી. હોલના બુકીંગ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.