રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડનારી રાજકોટ-પોરબંદર સ્પેશિયલના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 8મી મે થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે. નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં વેરાવળથી 31 મે સુધી અને અમદાવાદથી 7 મે થી 6 જૂન સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લાગશે.
વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસમાં વેરાવળ થી બુધવારથી 31મી મે સુધી અને ઇન્દોર થી કાલથી 30 જૂન સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લાગશે.