બદલાયેલા રૂટ પરથી પણ ટિકિટ ખરીદી મુસાફરી કરી શકશે

રાજકોટ રેલવે મંડલના જામનગર-રાજકોટ સેકશનમાં ચાલી રહેલા વિદ્યુતીકરણ તથા એન્જીનીયરીંગ કામને કારણે રાજકોટ-પોરબંદર તથા પોરબંદર રાજકોટ લોકલ ટ્રેન ૩૧ જુલાઇ સુધી બદલાયેલા રુટ પર દોડશે. ટ્રેન નં. ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ તથા ટ્રેન નં. ૫૯૨૧૨ પોરબંદર રાજકોટ લોકલ હવે ૩૧ જુલાઇ ૨૦૧૯ સુધી હાપા, જામનગરની જગ્યાએ વાયા વાંસજાલીયા, જેતલસર, ભકિતનગર રાજકોટના બદલાયેલા રુટ પરથી ચાલશે. આ ટ્રેન ભકિતગનર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાથી, ઉપલેટા, ભાયાવદ, મોટી પાનેલી, જામજોધપુર સ્ટેશનો પર ઉભી રહેશે. આ બદલાયેલા રુટના બધા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

સાથે જ રેલવે યાત્રી આ નવા રુટના સ્ટેશનો પરથી ટિકીટ ખરીદી મુસાફરીનો લાભ લઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.