1959માં લદાખના હોટ સ્પ્રિંગ ખાતે ચીનની સેના સામે લડતા સીઆરપી એફના દસ જવાનો શહીદ થયા હતા ત્યારથી શહિદ દિવસની ઉજવણી
રાજકોટ પોલીસ તા.31 ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે
21 ઓક્ટોબર 1959 ના રોજ લદાખ ના હોટ સ્પ્રિંગ ખાતે સી.આર.પી.એફ. ના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરાયો તો દેશ માટે બહાદુરી પુર્વક લડતા ભારતના દશ સી.આર.પી.એફ. જવાનો શહીદ થયેલ હતા જેઓની બહાદુરીને યાદ કરી ભારતમાં 21 ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી ભારત દેશના સુરક્ષા દળના શહીદ થયેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદ કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે.ભારતમાં 21 ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી સુરક્ષા દળના શહીદ થયેલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદમાં અને
31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની શહેર પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવશે છે. સરદાર વલ્લભભાઇ પટેલ અને અન્ય મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશમાં સૌપ્રથમ લોકોને એકતાનું મહત્વ જણાવ્યું હતું. દેશી રજવાડાનુ એકીકરણ કરવા ખુબજ મહત્વની ભુમીકા ભજવેલી જેના પરિણામે હાલ અખંડ ભારત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા તે મસયે તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલ કાર્યો મુજબ તેઓની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બને અને દેશમાં એકતાનો સંદેશો ફેલાય તે સ્વપન જોયેલ તે મુજબ કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચાઇની પ્રતીમાંનુ નિર્માણ થયેલ જે વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાં છે સને 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની એકતા અખંડિતતા અને સલામતી જળવાય રહે તે માટે ભારતની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.
આ વખતે પણ 21 ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસ થી 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનુ આયોજન કરી રાજકોટ શહેર પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે જેમાં 21 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-ર અને શહેરના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે શહીદ સ્મારક ખાતે શહીદોને યાદ કરી રાજકોટ શહેર પોલીસ પરીવારના કોરોના વોરીયર એ.એસ.આઇ. સ્વ. અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો. હેડ કોન્સ. સ્વ. રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણ થતા તેઓનુ અવસાન થયેલુ તેઓને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવનાર છે.
તેમજ શહીદ સંભારણા દિવસના રોજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ શહેરના શહીદ એ.એસ.આઇ. સ્વ. અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો. હેડ કોન્સ. સ્વ. રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. પ્રધુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ ના ફોટોગ્રાફ પો.સ્ટે.માં લગાડી તથા શહેર પોલીસ દ્વારા શહીદ પોલીસ કર્મચારીના ગામની મુલાકાત લઇ તેમના દ્વારા કરેલા કાર્યોને તેમના વિસ્તારમાં પ્રસાર કરવામાં આવનાર છે તેમજ ડીજીટલ ગ્રંથની માહિતીના આધારે પ્રદર્શનનું આયોજન કરવામાં આવનાર છે . શહીદ પોલીસ કર્મચારી જે શાળામાં અભ્યાસ કરતા તે શાળાનુ નામ અથવા તેમના શહેર ગામના કોઇ એક રસ્તાનુ નામાભીધાન શહીદના નામપર થી કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ચિત્ર સ્પર્ધા, રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનુ યોગદાન વિષય પર વ્યાખ્યાન, નિબંધ અને સમાજમાં પોલીસની ભુમીકા પર વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવનાર છે અને જેમાં સ્પર્ધાના વિજેતાનું સન્માન કરવામાં આવનાર છે. પોલીસ મુખ્ય મથક ખાતે રાજકોટ શહેર પોલીસ પાસે ઉપલબ્ધ હથિયારો, કોમ્બેટ વ્હીકલો અને અગત્યની સાધન સામગ્રીનું પ્રદર્શન અને આંતકવાદી હુમલો તથા કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા મોકડ્રીલ નુ આયોજન કરવામાં આવનાર છે.
જેમાં શાળાના વિધાર્થીઓ તથા એસ.પી.સી. ના કેડેટને આમંત્રીત કરવામાં આવનાર છે. તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા 31 ઓક્ટોબર અનુસંધાને રાષ્ટ્રીય એકતા પરેડનુ આયોજન કરવામાં આવનાર છે. તેમજ રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે તા.10/10/201 ના રોજ રાજકોટ રેન્જ અને ઝોનલ કક્ષાની ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, દેવભુમિ દ્વારકા તથા જામનગર જીલ્લાની પાંચ સ્કુલોના વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ જેમાં રાજકુમાર કોલેજ મહિલા વિભાગ પ્રથમ તથા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ બોયઝ વિભાગમાં પ્રથમ આવેલ,
31 ઓક્ટોબર ના રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને મોટર સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવેલ છે જે રાષ્ટ્રીય એકતા અંગેની મોટર સાયકલ રેલી દરમ્યાન પ્રજાજનોને દેશની એકતા અને અખંડીતતા માટે સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા જે અથાગ પ્રયાસો કરવામાં આવેલ અને જેના પરિણામે ભારત દેશ અખંડ ભારત બની રહેલ છે અને દેશમાં એકતાનુ વાતાવરણ ફેલાયેલ છે.
તે જળવાય રહે તે અંગે લોકજાગૃતી ફેલાવવામાં આવનાર છે જે મોટર સાયકલ રેલી તા.16/10/2021 ના રોજ કચ્છ જીલ્લા ખાતેથી નીકળી રાજ્યના અલગ અલગ શહેર જીલ્લાઓ ખાતેથી ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પડેલની જન્મજયંતીના દિવસે 31 ઓક્ટોબરના રોજ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઇ પટેલનુ ગુજરાતમાં કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટરની ઉંચી વિશ્વની સૌથી ઉંચીપ્રતીમાં ખાતે 31 ઓક્ટોબરના રોજ પહોંચનાર છે.
જે મોટર સાયકલ રેલી તા.21/10/2021 ના રોજ રાજકોટ શહેર ખાતે આવનાર છે જે મોટર સાયકલ રેલીનુ રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના પબ્લીક, વહીવટી તંત્રના અધિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ, સામાજીક સંસ્થાઓ, એન.જી.ઓ., કલબો, પ્રબુધ્ધ નાગરીકો, એન.સી.સી. કેડેટ સાથે સ્વાગત કરવામાં આવનાર છે તેમજ રાજકોટ શહેર ખાતેના સ્વાતંત્રય સંગ્રામ સાથે સંકળાયેલ ઐતિહાસીક સ્થળો, સ્વાતંત્રય સંગ્રામના નેતાઓના જન્મજીવનના સ્થળોને આવરી શહેરમાં રેલી પસાર કરી દેશની એકતા અને અખંડીતતા જળવાય રહેવા અંગે જાગૃતી ફેલાવવામાં આવનાર છે.
શહીદ પરિવારનું અને મોટરસાયકલ રેલીમાં ભાગ લેનારનું સન્માન કરાશે
21 ઓકટોબરના રાજકોટ શહેર રામનાથપરા કોમ્યુનીટી હોલ ખાતે પોલીસ સંભારણા દિન અનુલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવનાર છે જેમાં શહેર ખાતે ફરજ બજાવતા શહીદ એ.એસ.આઇ. સ્વ. અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો. હેડ કોન્સ. સ્વ. રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ ના પરીવારજનોને સન્માનીત કરવામાં આવનાર છે તેમજ રાષ્ટ્રીય એકતા દિન અનુસંધાને મોટર સાયકલ રેલીમાં ભાગલેનારનુ સન્માન કરવામાં આવનાર છે.