અગાઉ પોલીસમાં અરજી કરતા બે મહિના શાંત રહી ફરી લખણ ઝળકાવતા પોલીસે કરી ધરપકડ
રાજકોટમાં રહેતી એક 37 વર્ષની શિક્ષિકાને મિત્રતા રાખવા માટે હેરાન કરતા ધરાર પ્રેમી વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તેની ધરપક કરી છે. આ ધરાર પ્રેમીએ અગાઉ બે મહિના પહેલા પણ મિત્રતા માટે દબાણ કરતો હતો ત્યારે શિક્ષિકાએ પોલીસમાં અરજી કરતા તે શાંત પાડ્યો હતો. પરંતુ ફરી લખાણ ઝણકાવતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વિગતો મુજબ ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે 2010ની સાલમાં તેના લગ્ન થયા હતા. પતિ સાથે મનમેળ નહી થતા 2020 માં છુટાછેડા લઈ લીધા હતા. ત્યારથી પુત્રી સાથે એકલા રહે છે. આરોપી અમર તેનો મિત્ર હતો. છેલ્લા પાંચ વર્ષથી તેને ઓળખે છે. તેના પતિનો પણ તે મિત્ર હતો. એટલુ જ નહી તેની મિત્રનો દીયર થાય છે.
આરોપી અમર તેની સાથે મિત્રતા રાખવા માટે અવાર-નવાર કોલ કરી હેરાન પરેશાન કરતો હતો. જો તે કોલ રીસીવ ન કરે તો સ્કુલે આવીને પણ પરેશાન કરતો હતો. આ ઘટના બે વર્ષ પહેલાની છે તે વખતે તેણે મુંજકા પોલીસ ચોકીમાં અરજી આપતા આરોપી અમરે તેની હેરાનગતી બંધ કરી દીધી હતી. બે મહિના બાદ ફરીથી તેના ઘર પાસેથી નિકળી જોર જોરથી હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું.એટલુ જ નહી અવાર-નવાર કોલ કરતો હોવાથી તેનો નંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધો હતો. આમ છતાં અલગ- અલગ નંબર ઉપરથી કોલ કરી વાત કરવાની કોશિષ કરતો હતો.
ગઈ તા.5 ના રોજ તે એક મિટીંગ સંદર્ભે કાલાવડ રોડ પરની એક ચાની દુકાને ગઈ હતી ત્યારે પણ આરોપી અમર તેનો પીછો કરી ત્યાં પહોંચી ગયો હતો. સતત તેનો પીછો કરતો હોવાથી તેનું ઘરથી બહાર નિકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. જેથી કંટાળીને આખરે આજે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.