છેલ્લા એક સપ્તાહથી રૂપલલનાઓ પાસે કરાવતો હતો દેહવ્યાપાર : મહિલા પોલીસે હોટલ સંચાલક સહિત ચારની કરી ધરપકડ
રાજકોટ શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલીંગ વચ્ચે ગૂનાખોરી બેફામ વધી છે.ત્યારે રજપૂતપરામાં આવેલી હિલ સ્ટોન નામની હોટલમા છેલ્લા એક સપ્તાહથી ચાલતા દેહવ્યાપરથી કંટાળી વિસ્તારની મહિલાઓએ જાણ કરતા મહિલા પોલીસે દરોડો પાડી હોટલ સંચાલક સહિત ચાર શખસોને અલગ-અલગ રાજયોની રૂપલલનાઓ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રજપૂતપરામાં આવેલી હિલ સ્ટોન નામની હોટલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે પી.આઈ. બી.એમ.જનકાંત સહિતના સ્ટાફે દરોડો પાડી હોટલ મેનેજર કાલુસીંગ ઉધમસીંગ વિશ્વકર્મા તેમજ હોટલ સંચાલક ગૌરાંગ શૈલેષ મહેતા, પ્રકાશ ઉર્ફે જોની જીવરાજાની અને દુર્ગેશ જગદીશભાઈ ખેમાણીની તેમજ હોટલના રૂમમાંથી સુરત, ઈન્દોર, દિલ્હી અને સિક્કિમની ચાર યુવતીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછમાં અલગ-અલગ રાજયોમાંથી યુવતીઓને બોલાવી છેલ્લા એક સપ્તાહથી વેપલો શરૂ કર્યો હતો જેમાં ગ્રાહકો પાસેથી રૂ. ૨ હજાર લઈ યુવતીઓને એક હજાર આપતા હતા. જેમાં હોટલ સંચાલક ગૌરાંગ શૈલેષભાઈ મહેતા જેમાં જોની ઉર્ફે પ્રકાશ જેન્તીભાઈ જીવરાજાની, દુર્ગેશ જગદીશભાઈ બહારથી ગ્રાહકો બોલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે રૂપલલનાઓને સાક્ષી બનાવી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હોટલમાં ચાલતા દેહ વેપારથી કંટાળી ત્યાંના વિસ્તારની મહિલાઓએ જ પોલીસને જાણ કરતાં મહિલા પોલીસે દરોડો પાડી ચાર યુવતી તેમજ હોટલ સંચાલક સહિતનાઓની ધરપકડ કરી હતી.