શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુ સાથે નવનિયુકત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા શહેરના તમામ રાજ માર્ગો અને સઁવેદનશીલ વિસ્તારમાં સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહન ચેકીંગ ઝુંબેશમાં શહેરના તમામ પોલીસ મથકનો સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. તેમજ ટ્રાફીક બ્રાન્ચ દ્વારા ફુટઠ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
શહેર પોલીસ સ્ટેશનના સર્વેદનશીલ એરીયા અને ભીડભાડ વિસ્તારમાં ચેઇન સ્નેચીંગ, લુંટફાટ, ચોરી અને અકસ્માત તેમજ અન્ય બનાવો બનવાની શકયતા અટકાવવા માટે તા. 9 ના રોજ 6 થી રાતના 8 વાગ્યા દરમ્યાન રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોની બજાર અને લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ ઉપર ફુટ પેટ્રોલીંગ રાખી નંબર પ્લેટ વગર કાળા કાચવાળા વાહનનો ટ્રાફીકને અડચણ વાહનો અને ટ્રાફીક નિયમોનું પાલન ન કરતા હોય તેવા વાહનો વિરુઘ્ધ તેમજ દિવસ દરમ્યાન રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારુ ટ્રાફીક શાખા દ્વારા અલગ અલગ પ્રકારના ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
તેમજ ગેરકાયદેસરનું કૃત્યમાં અને ટ્રાફીકના નિયમોનું ઉલ્લધન કરતા વાહન ચાલક મળી આવ્યો તે વાહન ચાલક-માલીક વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ટ્રાફીક અને પોલીસ સ્ટેશનમાં દ્વારા કાળા કાચનો કેી 74 દંડ 37000, ઓવર સ્પીડ કેસ 16 દંડ 32000, ત્રણ સવારી કેસ 75 દંડ 7500, ટ્રાફીક અડચણ કેસ 114 દંડ 85400 સુરોબિત નંબર પ્લેટ કેસ 163 દંડ 49000 અને નંબર પ્લેટ વગર કેસ 50 દંડ 25000 તેમજ 109 જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવેલ અને આગામી દિવસોમાં આવી કામગીરી તમામ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવશે તેમજ હાલમાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવેલ ન હોય તેવા વાહનો અને રોગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઇવ રાખવામાં આવવાની ે.