ભકિતનગર પોલીસ મથક વિસ્તારના બે બુટલેગર અને માથા ભારે શખ્સની અટકાયત

વિધાનસભાની ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી માથાભારે અને દારુના ગુનામાં સંડોવાયેલા મળી ત્રણ શખ્સોને પાસાના પિંજરે પુરવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને અને ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા મારામારી અને બુટલેગરો સામે કડક હાથે કામ લેવા આપેલી સુચનાને પગલે જંગલેશ્ર્વરમાં રહેતો અને મારા મારીમાં સંડોવાયેલા ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુ ડો. ભીખુભાઇ પઠાણ બાબરીયા કોલોની પાસે મોરારીનગરમાં રહેતો અને દારુના ગુનામાં સંડોવાયેલા મુસ્તાક ઉર્ફે મુસો બાઉદીન પીપરવાડીયા અને હુડકો કવાર્ટરમાં રહેતો ડેનીસ અશ્ર્વિન પરમાર સહીત ત્રણ શખ્સો સામે પી.સી.બી.  શાખાએ કરેલી પાસાની દરખાસ્તને પોલીસ કમિશ્નર  રાજુ ભાર્ગવે મંજુરી ની મહોર મારતા જે વોરંટની ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. મયુરઘ્વજસિંહ સરવૈયાએ બજવણી કરી ઇમ્તીયાઝ પઠાણને અમદાવાદ, મુસ્તાફ ઉર્ફે મુસો પીપરવાડીયાને સુરત અને ડેનીસ અશ્ર્વિન પરમારને સુરતની જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.