શહેરમાં કોઠારીયા રોડ ઉપર નિલકંઠ સિનમાની પાછળ આવેલા નિલકંઠ પાર્ક નામે ઓળખાતી મિલ્કત કે જે રેવન્યુ સર્વે નં. 260, 261, 666, 667, 693 જે વિસ્તારના ટી.પી. સ્કીમમાં સમાવિષ્ટ થતા ટી.પી. સ્કીમના ફાઇનલ પ્લોટ નં. 96 અને 102 ની જમીન ચો.મી.

15990-85 ચંદ્રપ્રભા બિલ્ડર્સની માલીકીની આવેલી છે જે મિલ્કત સંબંધે સ્વાતી લેન્ડ ડેવલોપર્સ જોગ થયેલા વેચાણ દસ્તાવેજ તા. 3-10-2000 નો રદ કરવાનો સીવીલ કોર્ટમાં સ્પે. દિવાની દાખલ થયા છે. જે દાવામાં આ મિલ્કતના કબજા અને વેચાણ સંબંધે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો તા. 24-9-2003 ના રોજ દાવાના આખરી નીકાલ સુધીનો મનાઇ હુકમ ફરમાવામાં આવ્યો છે.

આમ છતાં ગોપાલદાસ કરશનદાસ પટેલ અને તેના મળતીયાઓ કોર્ટના હુકમની અવગણના કરી અદાલતના હુકમનો અનાદર થાય તે રીતે શનિ-રવિની રજાનોલાભ લઇ સાંજના પાંચેક વાગ્યે તહોમતદારોએ આંતકવાદીઓ જેવું ગુન્હાહીત કૃત્ય આચરી જીવલેણ હથીયારો સાથે જીવલેણ હુકમો કરવાની દહેશત ફેલાવી ગુન્હો આચર્યો હતો. આઅંગે પોલીસ કમિશ્નરને લેખીત અરજી આપેલી, ફરીયાદીએ ફરીયાદ અરજીમાં આક્ષેપ કરેલા કે ગુન્હા શોધક શાખામાં તેમના પિતા વિરુઘ્ધ એક ખોટી અરજી કરવામાં આવેલી અને આ અરજી ખોટી હોવાથી અરજી ફાઇલો થયેલી આમ ફરીયાદીના પિતાવિરુઘ્ધ ખોટી ફરીયાદ અરજી થતાં હેરાનગતિ સબબ તેમના પિતાએ પણ પોલીસને મળી રુબરુ રજુઆત કરેલી તેમજ ભકિતનગર પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશ્નર પણ ફોન દ્વારા જાણ કરી ત્વરીત ન્યાય અપાવવા જણાવેલું  તેમ છતાં ગુન્હેગારો કૃત્યો સતત આચરી રહ્યા હોય જગ્યાનો કબજો લેવા માટે જીવલેણ હથીયારો સાથે જીવલેણ હુમલો કરવાની તૈયારીમાં હોય તેમ છતાં ન નોધાતા ફરીયાદ  પોલીસ કમિશ્નરને આપવામાં આવેલી.

આ બાબતે ગોપાલ કરશન વિરુઘ્ધ કોર્ટ ઓફ ક્ધટેમ્પટની અરજી પણ કોર્ટમાં કરી છે. આ કામમાં ફરીયાદી ધારાશાસ્ત્રી એલ.જે. શાહી, ચંદ્રકાન્ત દક્ષીણી, ભુવનેશ શાહી તથા હિતેશ ગોહીલ રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.