કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ અધિકારી, એએસઆઇ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની કામગીરી ઘ્યાને લઇ પસંદગી કરાઇ: 46ને ઉતકૃષ્ટ અને પ6ને અતિ ઉતકૃષ્ટ એવોર્ડ અપાયા
રાજયના પોલીસ અધિકારી અને સ્ટાફની કામગીરીને ઘ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા 46ને ઉતકૃષ્ટ અને પ6ને અતિ ઉતકૃષ્ટ વિજેતા જાહેર કરાયા છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની અતિ ઉતકૃષ્ટ કામગીરી બદલ અતિ ઉતકૃષ્ટ સેવા પદક ચંદ્રક વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને અતિ ઉતકૃષ્ટ સેવા પદક ચંદ્રક મળતા શહેરના પોલીસ સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ ખાતામાં નોંધનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના પોલીસ કમિર રાજુ ભાર્ગવ રહિત 56 પોલીસ કર્મચારીઓની અતિ ઉત્કૃષ્ટ માટે ચંદક પદક અને 5 ડીવાયએસપી સહિત 46 પોલીસમેનોની ઉતકૃષ્ટ સેવા પદક વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.વધુ વિગત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ ખાતામાં પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારીઓના નામની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અતિ ઉત્કૃષ્ટ પદક તરીકે વિજેતા ધનાર રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાગવ, વડોદરા એસઆરપીના નાયબ પોલીસ અધિક્ષક યોગેન્દ્રકુમાર પટેલ, બચુભાઈ ભાણીયા, પી.આઈ. દિલીપસિંહ આહીર, રમણભાઈ પલાસ, ચૈતન્ય શાહ, છોટાઉદેપુરના પી.આઈ. એન.એન.પરમાર, એચ.એચ.રાઉલજી, નર્મદાના પી.આઇ. એમ.કે.રાઠોડ, એસઆરપી પી.એસ.આઇ. રાજેન્દ્રસિંહ રાણાવર, ઉમેદભાઇ પટેલ, મણીલાલ વસાવા, નીલેશ વઘાસીયા, સંજયકુમાર બારીયા, જશવંતભાઈ પારઘી, મહેશચંદ્ર ભાલારા, એ.એસ.આઈ. નિલેશકુમાર મકવાણા, હીરાભાઈ નાઈ, પ્રકાશ ગર બાબુદાન ગઢવી, મનોકુમાર યોગેન્દ્રસિંહ કોસાડા, સત્યપાલસિંહ તોમર, કિરીટકુમાર જયસ્વાલ, ગોકલ આલ, સુવીરસિંહ ચૌહાણ, શિવાજી ગુક્ષ્મ, બસ્તીરામ આહિર, મહેન્દ્રસિંહ જાડેજા, જુલ્ફીકાર અહીં ચૌહાખ, રાણુભા રાણા, રાજેન્દ્ર પાટીલ, રાજેન્દ્ર નાઇ, ચાજભાઈ પરમાર, હેડકોન્સ. ફુકાન અહેમદ ઠાકોર, આરીફ પટેલ, હરેશ ઈંગ્લે નરેન્દ્રકુમાર ગાર્મા, સુરેશ પટેલ, હમીર પરમાર અને સના પરમાર સહિત 56 પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉતક એવા પદક વિજેતા તરીકે અમદાવાદ એટીએસના ડીવાયએસપી બળવંતસિંહ ચાવડા, સીઆઇડી. આઈબીના ડીવાયએસપી કે.કે.વનાર, ચેતક કમાન્ડોના ડીવાયએસપી આર,એલ,બારડ, એસઆરપીના ડીવાયએસપી મહેફ્સાર પરમાર, મુકેશચંદ્ર પટેલ, પ્રત શહેરના પી.આઈ. એલ.ડી.વાગડીયા,એસઆરપી પી.આઈ. આનંદ રઘુવંશી, અમદાવાદ શહેરના વાયલેસ પી.આઈ. સુકેતુ ચાંગાવાલા, પી.એસ.આઈ, છોટાઉદેપુરના જે.ડી.તળવી, 46 પોલીસ કર્મચારીઓ ચંદ્રક વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.