ગુજરાતના બે આઇપીએસની એસપીજીમાં પસંદગી: સીઆઇડી આઇબીના આઇજીપી રાજીવ રંજન ભગત જૂનના એન્ડ સુધીમાં ચાર્જ સંભાળશે: અનુપમસિંહ ગહેલૌતને રાજકોટમાં જ રાખવા કેન્દ્રીય નેતાગીરીને ભલામણ
ગુજરાતના બે સિનિયર આઇપીએસ અધિકારીની દિલ્હી ખાતે વડા પ્રધાનના અંગત સુરક્ષા માટે સ્પેશ્યલ પોટેકશન ગ્રુપમાં બદલીના નિર્દેશ મળી રહ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત અને સીઆઇડી આઇબીના આઇજીપી રાજીવ રંજન ભગતની પસંદગી થઇ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતની રાજકોટમાં જ‚ર હોવા અંગેની કેન્દ્રીય નેતાગીરીને ભલામણ કરવામાં આવી રહી છે. રાજીવ રંજન ભગત જુનના એન્ડ સુધીમાં દિલ્હી ખાતે પોતાનો ચાર્જ સંભાળી લે તેવી શકતયા છે.
રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળી અનુપમસિંહ ગહેલૌતે જમીન કૌભાંડ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી લોકોના દિલ જીતી લીધા હતા. ૧૯૯૭ની બેન્ચના આઇપીએસ અધિકારી અનુપમસિંહ ગહેલૌતની કાબેલિયતને હાઇજમ્પ મળ્યો છે. તેમની એસપીજીમાં નિમણુંક અંગે સહમતી આપતા તેઓ ટૂંક સમયમાં જ દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર વડા પ્રધાનના અંગત સુરક્ષા માટેના ખાસ વિભાગ સ્પેશ્યલ પોટેકશન ગ્રુપ (એસપીજી)માં બદલી કરવામાં આવી છે. અનુપમસિંહ ગહેલૌતની કામગીરીને ધ્યાને રાખી તેની રાજકોટમાં જ‚ર હોવાની કેન્દ્રીય નેતાગીરીને ભલામણ કરવામાં આવી રહી છે. ખુદ મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણી પણ અનુપમસિંહ ગહેલૌત રાજકોટમાં ફરજ બજાવે તેવું ઇચ્છી રહ્યા છે.
જ્યારે રાજીવ રંજન ભગત પણ ૧૯૯૭ની બેન્ચના આઇપીએસ છે. તેઓ સીઆઇડી આઇબીમાં આઇજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે તે પહેલાં તેઓ નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓએ સાડા ત્રણ વર્ષ સુધી સીએમ સિક્યુટીના વડા તરીકે ફરજ બજાવી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત અને સીઆઇડી આઇબીના આઇજી રાજીવ રંજન ભગતની પ્રભાવશાળી કામગીરીને ધ્યાને લઇ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એસપીજી માટે પસંદગી કરવામાં આવી છે. બંને આઇપીએસ અધિકારીના કાર્યકુશળતાની કદર કરી બંનેને હાઇજમ્પ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં તેઓનો ઉપયોગ કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત કેડરના આઇપીએસ એ.કે.શર્મા અને રાકેશ આસ્થાના હાલ સીબીઆઇની કી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે ત્યાર બાદ અનુપમસિંહ ગહેલૌત અને રાજીવ રંજન ભગતની વડા પ્રધાનના અંગત સિક્યુરીટીના ખાસ સ્કવોડમાં નિમણુંક આપવામાંઆવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે રાજકોટમાં કરેલી સુંદર કામગીરીથી રાજયના ભાજપની નેતાગીરી સંતુષ્ટ છે. અને તેઓ રાજકોટમાં જ ફરજ બજાવે તેવું ઇચ્છતા હોવાથી કેન્દ્રમાં ભલામણ પણ કરવામાં આવી છે.