રાજકોટના રેન્જ આઈજી ડી.એન.પટેલને સુરત જોઇન્ટ પોલીસ કમિશનર, રાજકોટ શહેર જેસીપી ડી.એસ.ભટ્ટને એસીબીમાં બદલી: રાજકોટ રેન્જમાં સંદિપસિંધ અને જેસીપી તરીકે એસ.એમ.ખત્રીની નિમણુંક
રાજય સરકારે અમદાવાદ રથયાત્રા બાદ તુરંત ૩૧ સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે, અને ગૃહ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલને રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ રેન્જના આઇજીપી ડી.એન.પટેલને સુરત શહેર જોઇન્ટ પોલીસ કમિશનર અને ભચના એસ.પી. સંદિપસિંઘને રાજકોટ રેન્જના ડે.આઇજીપી તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટને અમદાવાદ એસીબીમાં સ્પેશ્યલ ડાયરેકટર તરીકે અને તેમની જગ્યાએ કોસ્ટલ સિક્યુરીટી આઇબીમાં ફરજ બજાવતા એસ.એમ.ખત્રીની નિમણુંક કરવામાં આવી છે.
મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હોમ ટાઉનમાં છેલ્લા અઢી વર્ષથી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગહેલૌતે સ્ટોન ક્લિર હિતેશ રામાવત, આંગડીયા લૂંટ, અનડીટેકટ ખૂન, ઘરફોડ ચોરી સહિતના અનેક વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સારી સફળતા મેળવતા રાજકોટવાસીઓમાં સારી લોક ચાહના મેળવી હતી.
રાજકોટમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટી, કુવાડવા રોડ અને બી ડિવિઝન પોલીસ મથકના નવા બિલ્ડીંગ બન્યા છે. અને સાઇબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવા માટે રાજકોટ માટે સાઇબર પોલીસ સ્ટેશનની મંજુરી મળી છે.
લાતી પ્લોટના વેપારીઓને લુખ્ખા ઇભલા દ્વારા વેપારીઓ પાસેથી ખંડણી પડાવવાની રંજાડ હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે કુવાડવા રોડ પર વેપારીઓ સાથે લોક દરબાર યોજી લાતી પ્લોટ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસ ચોકી મંજુર કરી હતી તેમજ ખંડણીખોર ઇભલાની ધરપકડ કરી જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી માટે લોક દરબાર યોજી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય અને ગરીબ વર્ગને ભય મુક્ત કરાવ્યા છે. જયારે રાજકોટ રેન્જ આઇજીપી ડી.એન.પટેલે રાજકોટ જિલ્લા, જામનગર, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકામાંથી કરોડો પિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવામાં સફળતા મળી છે. તેમજ મીઠાપુર ખાતે ડ્રગ્સની ફેકટરી ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે.
બદલી થયેલા ૩૧ સિનિયર આઈ.પી.એસ.અધિકારીઓ
રાજકોટ: રથયાત્રા પૂર્ણ થતાં સરકારે ૩૧ સિનિયર આઈપીએસ અધિકારીઓની મોડીરાત્રે બદલીના હુકમ જાહેર કર્યા હતા. ગૃહ વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરી મનોજ અગ્રવાલને રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનર તરીકે નિમણુક આપવામાં આવી છે.
ક્ક્રમ | નામ | હાલનું સ્થળ | બદલીનું સ્થળ |
1 | મનોજ અગ્રવાલ | પ્રિન્સીપલ સેક્રેટરી-ગૃહ ખાતું | રાજકોટ પોલીસ કમિશનર |
2 | અનુપમસિંઘ ગેહલોત | રાજકોટ પો. કમિશ્નર | વડોદરા, પો. કમિશ્નર |
3 | એસ.એન.ખત્રી | આઇજીપી, પોસ્ટ સિકયુ. ગાંધીનગર
|
જેસીપી, રાજકોટ |
4 | ડી.એસ.ભટ્ટ | જેસીપી રાજકોટ | એડી. ડીરેકટર, એસીપી
|
5 | તીર્થરાજ | ડીજીલો એન્ડ ઓર્ડર | ડીજીપી હ્મુમન રાઇટસ |
6 | મોહન ઝા | ડીજીપી (વહિવટ) | ડીજીપી અને જેલના આઇજી |
7 | ટી.એસ.બિસ્ત | જેલના ડીજીપી અને આઇજી | ડીજીપી વહિવટ |
8 | સંજય શ્રીવાસ્તવ | એડી. ડીજીપી ટેકનીકલ સર્વિસિસ | એડી. ડીજીપી-લો એન્ડ ઓર્ડર્સ |
9 | કે.કે.ઓઝા | એડી. ડીજીપી-ટ્રેનીંગ | એડી. ડીજીપી-પ્રિવેન્શન ઓફ એટ્રોસીટી |
10 | પી.બી.ગોંદીયા | એડી. ડી.જી.પી.પ્રિવેન્શન ઓયએટ્રોસીટીએ.સી./એસ.ટી. | ડીરેકટર સીવીલ ડિફેન્સ |
11 | વી.એમ.પારઘી | એડી. ડીજીપી ઇન્કવાયરી | એડી.ડીજીપી-એન્ડ સર્વિસીસ |
12 | અજય તોમર | એડી. ડીજીપી (ડેપ્યુટેશન પર) | આઇજીપી-સીઆઇડી ક્રાઇમ |
13 | ડો.સમશેરસિંઘ | એડી. ડીજીપી સ્ટ્રેટક્રાઇમ રેર્ડ બ્યુરો | એડી. ડીજીપી-ઇન્કવાયરી |
14 | ડો.કે.એલ.એન.રાવ | સેકટર-૧, અમદાવાદ | એડી. ડીજીપી – ઇન્કવાયરી |
15 | હસમુખ પટેલ | સ્પે.ડીરેકટર એસીબી | મેનેજીંગ ડિરે. પો.હાઉ.કોર્પો |
16 | ડો.નિરજા ગોટ રાવ | સ્પે.કમિશ્નર ટ્રાફીક | એડી. ડીજીપી, મોનિટરીંગ સેલ |
17 | મનોજ શશીધરન | વડોદરા પો.કમિશ્નર | આઇપીજી, પંચમહાલ રેન્જ
|
18 | એન.એન.કોમાર | આઇજીપી (પીએન્ડએમ) | આઇપીજી, ભાવનગર રેન્જ |
19 | ડો.એસ.પાંડીયારાજકુમાર | આઇપીજી, જુનાગઢ રેન્જ | એડી. ડીજીપી, સુરત રેન્જ |
20 | ખુરશીદ અહેમદ | જોઇન્ટ ડિરે. સિવીલ ડિફેન્સ | એકઝી. ડિરે. જીએસઆરટીસી |
21 | પિયુષ પટેલ | આઇજીપી બોર્ડ રેન્જ ભુજ | આઇજીપી આર્મ્ડ યુનિટ ગાંધીનગર |
22 | અમિતકુમાર વિશ્વામિત્રા | આઇજીપી ભાવનગર રેન્જ | સેકટર-૧ અમદાવાદ |
23 | બ્રિજેશકુમાર ઝા | આઇજીપી, પંચમહાલ | ગૃહ સચિવ, ગાંધીનગર |
24 | એસ.જી.ત્રિવેદી | આઇજીપી આર્મ યુનિટ,વડોદરા | આઇજીપી, જુનાગઢ રેન્જ |
25 | બી.બી.વાઘેલા | જેસીપી, સુરત | આઇજીપી, બોર્ડર રેન્જ, ભુજ |
26 | ડી.એન.પટેલ | ડે. આઇજીપી- રાજકોટ રેન્જ | એડી. સીપી. સેકટર-ર |
27 | જે.આર.મોથાલિયા | ડીઆઇજી પ્રિઝન અમદાવાદ | એડી. પો.કમિ. અમદાવાદ, ટ્રાફીક |
28 | સંદીપ સિંઘ | એસપી, ભચ | ડીઆઇજી રાજકોટ રેન્જ |
29 | ગૌતમ પરમાર | ડીસીપી વડોદરા | ડીઆઇજી રેલ્વે, ગાંધીનગર |
30 | સચિન બાદશાહ | ડીસીપી વડોદરા | ડીઆઇજી સીઆઇડી ક્રાઇમ |
31 | એચ.આર.મુલિયાણા | ડીસીપી અમદાવાદ કન્ટ્રોલ | ડીઆઇજી તરીકે બઢતી એડી સીપી, સુરત |