દેશમાંથી ૪૦૦૦ પોલીસ વિભાગો અને સરકારી તંત્ર વચ્ચે રાજકોટ પોલીસ રાષ્ટ્રીય સ્તરે સન્માનીત થઈ
ગત વર્ષે સિલ્વર સ્કોચ એવોર્ડ મળ્યા બાદ સતત બીજા વર્ષે સન્માન પ્રાપ્ત થયુ
કોરોના કાળમાં શિક્ષા- માનવતા અભિગમો, ટેકનોલોજી સહિત પ્રજા માટેના બહુજન હિતાર્થ કાર્યોને બિરદાવાયા
દેશભરની સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ વિભાગો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા રાખીને તેમના દ્વારા કરાયેલી નવીનતમ લોકઉપયોગી કામગીરી બદલ શ્રેષ્ઠ ત્રણને સ્કોચ એવોર્ડ અપાતા હોય છે. આ બાબતે સ્કોચ સંસ્થા દ્વારા આમાનો સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ રાજકોટ શહેર પોલીસને મળતા સમગ્ર દેશમાં રાજકોટનું નામ ઝળક્યું છે.
ગત વર્ષે ઈનોવેટીવ સૂરક્ષા કવચ એપ માટે રાજકોટ સિટી પોલીસને સિલ્વર સ્કોચ એવોર્ડ મળ્યા બાદ સતત બીજા વર્ષે સન્માન પ્રાપ્ત થયું છે. આ વખતે આખા ભારતમાંથી ચાર હજાર પાર્ટીસિપન્ટસ હતા. જેમાંથી પ્રથમ તબકકે અગ્રકમના ૩૦૦ને મળેલા મેરીટ એવોર્ડમા અને એ પછી ચયનથી બહેતર ૬૦ વિભાગ કચેરીઓની નામાવલીમાં આવેલી રાજકોટ સિટી પોલીસને એ સેમી ફાઈનલ સિલેકશન બાદ અંતે શિર્ષસ્થ એવોર્ડ માટે જયૂરી મેમ્બર્સ દ્વારા પાત્ર ઠેરવવામાં આવી છે. આ એવોર્ડ નરિસ્પોન્સ ટુ કોવિડ ૧૯થ બદલ એટલે કે મહામારી કાળમાં પોલીસે કરેલા જનહિતના કાર્યો બદલ અપાયો છે. એવોર્ડ જાહેર થયા બાદ સામાન્ય રીતે દિલ્હી ખાતે યોજાતા એવોર્ડ પ્રદાન સમારોહને બદલે આ બદલે કોરોના વાયરસને અનુલક્ષીને ઓનલાઈન ફંકશન યોજીને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને વર્ચ્યુઅલ એવોર્ડ અર્પણ કરાયો છે. જેથી શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમાં હર્ષની લાગણી ફેલાય છે.
રાજકોટ શહેર પોલીસ ગુજરાતમાં સૌ પ્રથમ અપનાવવામાં આવેલ અભિગમ
(૧) કોરોના વાયરસ પોઝીટીવ આવેલ વ્યકિતના સંપર્કમા આવેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે કોન્ટેકટ ટ્રેસીંગની ટેકનોલોજીનો ઉપયોગ
(૨) એએનપીઆર ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નીઝેશન સીસ્ટમ અને આઈ વે પ્રોજેકટનો ઉપયોગ કરી બીન જરૂરી વારંવાર બહાર ફરતા લોકોને શોધી કાઢવા
(૩) લોકડાઉનનું શ્રેષ્ઠ પણે પાલન કરનાર સોસાયટીનું સન્માન
(૪) ટ્રાફીક સિગ્નલમાં લેન ડ્રાઈવનો અમલ
(૫) ઓટો રિક્ષામાં લાઉડસ્પીક્ર મારફતે લોકોને ઘરે રહેવા માટે અને સુરક્ષીત રહેવા માસ્ક, સેનેટાઈજર વિગેરેનો ઉપયોગ કરવા અપીલ
(૬) જે.ઈ.ટી. જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી વહીવટી તંત્ર સાથે રહી ક્ધટેનટમેન્ટ એરીયામાં બંદોબસ્ત જાળવવામા આવેલ.
(૭) ડ્રોન કેમેરા જેવી ટેકનોલોજીનોઉપયોગ કરી માર્ગદર્શીકાનું પાલન નહી કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવી.
(૮) જંગલેશ્ર્વર વિસ્તારમાં માઈક્રો ક્ધટેનટમેન્ટ પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને સી.સી.ટીવી કેમેરા અને લોખંડની શીટથી વિસ્તાર કોર્ડન કરેલ.
(૯) હાઈરાઈઝ પોઈન્ટ અને ઘોડેશ્ર્વાર પેટ્રોલીંગ દ્વારા ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં સતત દેખરેખ કરી ફઊટ પેટ્રોલીંગ ફલેમ માર્ચ
(૧૦) મુખ્યમંત્રી શ્રીના રાહત ફંડમાં સૌ પ્રથમ નાણાકીય સહાય આપવાની જાહેરાત રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ.
કોરોના મહામારીમાં પ્રજા સાથે પોલીસનો માનવતા અભીગમ
(૧) શહેર પોલીસ દ્વારા પોલીસ ફંડ કવાટર ખાતે રસોડું ઉભુ કરી રોજના ૩૦,૦૦૦ ગરીબોને જમવાની વ્યવસ્થા કરી.
(૨) શહેર તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝુંપડ પટ્ટી વિસ્તારોમાં રાશન કીટનુંવિતરણ
(૩) દુર્ગા શકિત ટીમ દ્વારા વૃધ્ધાશ્રમની મુલાકાત લઈ તેઓના વાળ, નખ કાપવા તેમજ માલીશ કરવા અંગેની કામગીરી કરવામાં આવેલ.
(૪) પાંજરાપોળમાં મુંગા પશુઓ માટે ઘાંસચારાની તેમજ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરી.
(૫) ઘરે બેઠા લોકોને દવાઓ મળી રહે તે માટે મેડીકલ સ્ટોર્સ સાથે સંકલન સાધી વ્યવસ્થા કરવી
(૬) પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા માટે સહેલાયથી રજીસ્ટ્રેશન થઈ શકે તે માટે કોવીડ ૧૯ એપ્લીકેશન વીકસાવી
(૭) પરપ્રાંતીય મજૂરોને વતનમા જવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન સાધી બસની વ્યવસ્થા કરી આપી.
કોરોના મહામારીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ
(૧) સોશીયલ મીડીયા દ્વારા લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃતી ફેલાય તે અંગે પોસ્ટ મૂકવામાં આવેલ.
(૨) દૂર્ગા શકિત ટીમ દ્વારા જાગૃતી ફેલાય તે માટે ગીત બનાવી સોશીયલ મીડીયા વાયરલ કરવામા આવલે.
(૩) ડ્રોન કેમેરા મારફત શેરી ગલીમાં વોચ રાખવામાં આવેલ.
(૪) ‘સેફ રાજકોટ’ એપ્લીકેશન વીકસાવી કવોરન્ટાઈન કરવામાં આવેલ લોકો ઉપર વોચ રાખી કોરોના વાયરસ ફેલાતો અટકાવવામાં આવેલ.
(૫) કોન્ટેક ટ્રેસીંગ દ્વારા કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દર્દી સાથે સંપર્કમા આવેલ વ્યકિતઓને શોધી કાઢવામાં આવેલ.
(૬) પોલીસ અધિકારીઓ સાથે કાયમી ઝુમ એપ્લીકેશન મારફત મીટીંગો કરવામાં આવેલ.
(૭) એએનપીઆર સીસ્ટમનો ઉપયોગ કરી બીનજરૂરી બહાર ફરતા લોકોને શોધી કાઢવાની કામગીરી
પોલીસ વેલફેર માટે કરવામાં આવેલ કાર્યો
(૧) તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવેલ તેમજ તેઓને ફરજ દરમ્યાન પોતે પણ સુરક્ષીત રહેવા માર્ગદર્શન આપવમાં આવેલ.
(૨) તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓને સેનેટાઈઝર, માસ્ક તથા ગ્લોનું વિતરણ કરવામાં આવેલ.
(૩) બંદોબસ્ત દરમ્યાન પોલીસ કર્મચારીઓને પોષ્ટીક આહાર તથા એનરજી ડ્રીંગનું વિતરણ કરવામાં આવેલ.
(૪) બંદોબસ્તમાં રહેલ કર્મચારીઓ માટે સેનેટાઈઝ મશીન મૂકવામાં આવેલ.
શહેર પોલીસ દ્વરા કોરોના વાયરસ મહામારી સમયે કરેલ કામગીરી
(૧) જાહેરનામા ભંગના કુલ કેસ ૮૮૦૯.
(૨) ડ્રોન કેમેરાની મદદથી કરેલ કેસો ૧૪૦૦
(૩) સીસીટીવી કેમેરાની મદદથી કરેલ કેસો ૧૦૪
(૪) વાહન ડીટેઈન ૩૮,૬૯૦
(૫) કોન્ટેકટ ટ્રેસીંગ કરેલ વ્યકિતઓની સંખ્યા ૩૫૭૦