રીમોર્ટ કંટ્રોલ સંચાલિત માઈકોલાઈટ એરક્રાફટ, હેલીકોપ્ટર અને એરિયલ મિસાઈલના  ઉપયોગ અંગે  પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું  બહાર પાડયું

શહેર કમિશ્નરેટ વિસ્તારમાં જાનમાલની સુરક્ષા અને સુલેહ-શાંતીનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુ સર  પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર, કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલક રા વ્યાવાસાયીકો માટે નિયંત્રણ મુકતા હુકમો જારી કર્યા છે.

જે મુજબ સંચાલકો કે માલીકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવીકે મોડેલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેનો ઉપયેાગ કરતા પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તાર સંબંધીત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની પૂર્વમંજુરી લેવાની રહેશે.

આ જાહેરનામાનો અમલ  શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં તા. 31/12/2021 સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.