શહેરમાં હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન દારૂ વ્યાપક રીતે વેચાણ થતું હોવાથી દેશી દારૂની બદીને નાથવા થોરાળા, ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસે ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાથી પોલીસે 14 સ્થળે દરોડા પાડી દસ મહિલા સહિત 20ની ધરપકડ કરી છે. કિટીપરા વિસ્તારની પાંચ મહિલા પોતાના રસોડામાં રસોઇના બદલે દેશી દારૂની ભઠ્ઠી ચાવતા મળી આવી હતી. થોરાળા પોલીસે પાંચેય મહિલાને 70 લિટર દેશી દારૂ અને 4500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો ક્બ્જે કર્યો છે.
જ્યારે ગાંધીગ્રામના અંજલી પાર્ક, ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટર, છોટુનગર મફતિયાપરા અને વૈશાલીનગરમાં દેશી દારૂ અંગે દરોડા પાડી એક મહિલા સહિત ચાર શખ્સોને 15 લિટર દેશી દારૂ કબ્જે કર્યો છે. જ્યારે પ્ર.નગરના કિટીપરા વિસ્તારમાં પાંચ સ્થળે દેશી દારૂ અંગે દરોડા પાડી 20 લિટર દેશી દારૂ સાથે પાંચની ધરપકડ કરી છે. રૈયાધાર અને સાધુવાસવાણી રોડ પરના ગુરૂજીનગરમાં યુનિર્વસિટી પોલીસે દેશી દારૂ અંગે દરોડા પાડી ચાર મહિલા સહિત છની ધરપકડ કરી 50 લિટર દેશી દારૂ કબ્જે કર્યો છે.