અબતક, રાજકોટઃ રાજકોટ સહિત ગુજરાત ભરમાં આમ તો ટ્રાફિસ સમસ્યાનો પ્રશ્ન માથાના દૂખાવા સમાન બની ગયો છે. એક તરફ ચોમાસું આવી ગયું અને બીજી બાજુ શહેરી વિસ્તારોમાં ચાલતાં રસ્તા અને બ્રીજના કામને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હોય છે. આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક બ્રિગેડની મદદ લેવામાં આવે છે. જો કે રાજકોટમાં ચાલુ ફરજ દરમિયાન મોબાઇલમાં વ્યક્ત અને ગેરસિસ્તને કારણે છ જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વાત એવી બની કે રાજકોટ પોલીસ કમિશનર મનો અગ્રવાલ ખાનગી વાહનમાં બેસી શહેરમાં ટ્રાફિક નિયમન યોગ્ય રીતે કરવામાં આવે છે કે કેમ તે જાણવા સરપ્રાઇઝ ચેકિંગ કરવા નિકળ્યા હતા. મનોજ અગ્રવાલે જિલ્લા પંચાયત ચોક, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, ડો. યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, બસ સ્ટેન્ડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ સહિતના મહત્વના પોઇન્નટ પર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું.
હરતો ફરતો મહેલ છે ભારતની આ ખાસ ટ્રેન, ‘નવરત્ન’ની અંદરની તસવીરો ખાસિયતો જોઇ બેસવાનું મન થઇ જશે !
ખાનગી વાહનમાં નિકળેલા પોલીસ કમિશનરે જોયું કે બ્રીજના કામના કારણે જ્યાં ડાયવર્ઝન કરવામાં આવ્યા છે ત્યાં ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાઇ છે આથી તેઓએ ફરજ પરના ટ્રાફિક બ્રાંચના પોલીસમેનોને જરૂરી સૂચના આપી હતી. તથા કેટલાક સ્થળો પર ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી જ્યાં તેઓએ નવા પોઇન્ટ બનાવી વધુ ટ્રાફિક જવાનો તહેનાત કરવાના સૂચનો આપ્યા હતા.
કાશ્મીરીઓ માટે ‘દિલ્હી ભી દૂર નહીં’, ‘દિલ ભી દૂર નહીં’, ચૂંટાયેલી સરકાર આપવા મોદી કટીબધ્ધ
જો કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સરપ્રાઇઝ ચેકિંગમાં કેટલીક ચોંકાવનારી હકિકત પણ સામે આવી હતી. જેમાં ચાલુ ફરજ દરમિયાન કેટલાક ટ્રાફિક બ્રિગેડના જવાનો ગેરશિસ્તમાં હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં કેટલાક જવાનો મોબાઇલમાં મસગૂલ હતા, તો કેટલાક પોઇન્ટ પર ઉભા રહેવાને બદલે આરામ કરતા પકડાયા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 6 ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરી દીધા હતા.