આજે વર્લ્ડ હાર્ટ ડે: હાર્ટની તંદુરસ્તી માટે ‘હાર્ટ’થી અપીલ
હાર્ટ પ્રત્યે જનજાગૃતિ માટે લોકોને વિવિધ ઝુમ્બા કરાવવામાં આવ્યા
અબતક, રાજકોટ
હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે.જેથી લોકોને હાર્ટની હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવે.કોરોના મહામારી બાદ હૃદયના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સિવાય ખોટા આહાર અને જીવનશૈલીને કારણે હૃદયનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થયું છે.હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે.ત્યારે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે દુનિયાભરમાં હૃદય પ્રત્યે લોકોમાં જનજાગૃતિ ફેલાવના ઉદ્દેશ્યથી વિવિધ પ્રવૃત્તિઓ કરી ઉજવવામાં આવતો હોય છે.જેના સંદર્ભમાં રાજકોટ ખાતે બલભાવન પાસે પ્લેક્સસ કાર્ડિયાક કેર હોસ્પિટલ,રાજકોટ મહાનગર પાલિકા તથા આઈએમએ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ઝુમ્બા પર ગ્રુવ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.ડો.દિનેશ રાજ,ડો.અમિત રાજ તથા ડો.નિકુંજ કોટેચાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ડોક્ટર મુકેશ દ્વારા ઝુમ્બાના વિવિધ સ્ટેપ કરવામાં આવ્યા હતા. વહેલી સવારના મોટી સંખ્યામાં લોકો આ પ્રવૃત્તિમાં જોડાયા હતા યુવાનોથી લઈ મોટી ઉંમર સુધીના તમામ લોકો આ પ્રવૃત્તિમાં જોડાઈ ઝુમ્બા કર્યા હતા. લોકોએ ઉત્સાહભેર બોલીવુડ થીમ પરના ઝુમ્બા કર્યા હતા.ડોક્ટર પોતે જ પોતાના સ્વાસ્થ્ય માટે ઝુમ્બા કરી રહ્યા છે.ત્યારે લોકો માટે ડોકટર રોલ મોડલ હોય છે.માટે લોકો પણ આજે આ ઝુમ્બાના ઇવેન્ટમાં જોડાઈ અને હૃદયને સ્વસ્થ રાખવા ફિટનેસ માત્ર એક સાચો અને સચોટ રસ્તો છે તેના પર ચાલે તેવા ઉદ્દેશ્યથી ઝુમ્બાની ઇવેન્ટ યોજવામાં આવી હતી.આ ઇવેન્ટને સફળ બનાવવા રાજકોટ પ્લેક્સસ કાર્ડિયાક કેર હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર.ડો.અમિત રાજ,ડાયરેકટ ખુશ્બૂ અરોરા,ચીફ કાર્ડિયોલોજી ડો.દિનેશ રાજ,કાર્ડિયોલોજી ડો.નિકુંજ કોટેચા,ડો.એમડી સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
હૃદય તંદુરસ્ત રાખવા વિવિધ વ્યાયામ જરૂરી: ડો.અમિત રાજ
પ્લેક્સસ કાર્ડિયાક કેર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.અમિત રાજએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે અમારા દ્વારા વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ઇવેન્ટ કરવામાં આવે છે. અમારા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશ્વ હૃદય દિવસના અમે લોકોને ફિટનેસ પર વધુ ધ્યાન રાખવાનો આગ્રહ કરવા તથા લોકોમાં હૃદય પ્રત્યેની જનજાગૃતિ ફેલાય તેવા હેતુસર આ ઇવેન્ટ યોજી છે. દેશને આગળ વધારવા હેલ્ધી હાર્ટ હોવું જરૂરી છે.લાઈફને એન્જોય કરો સ્ટ્રેસથી દુર રહો તેમજ દરોજ વિવિધ વ્યાયામ કરવાની લોકોને વિનંતી કરું છું.
પ્લેક્સસ કાર્ડિયાક કેર હોસ્પિટલ,રાજકોટ મહાનગર પાલિકા તથા આઈએમએ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ઝુમ્બા પર ગ્રુવ ઇવેન્ટના આયોજનને અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી બોહળી સંખ્યામાં લોકોએ લાઈવ નિહાળીયો હતો.