રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ પ્લાસ્ટિકમેન્યુ. એસો. સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુ.એસો. રાજકોટ કિચનવેર મેન્યુ. એસો. તથા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે પ્લાસ્ટિક ઔઘોગિક એકિઝબીશન ૨૦૧૮નું ૧૬ થી ૧૯ ડીસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. જેમાં ૩પ થી ૪૦ લાઇવ ડેમો એકઝીબીટર છે. તેમજ ૧૨૫જેટલા એકિઝબીટર્સ, રો મટીરીયલ્સ, મશીનરીતેમજ અલગ અલગ કેમીકલ્સ પાર્ટસના એકિઝબીટરોએ ભાગ લીધો છે. એકિઝબીશનના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો આ એકિઝબીશનની મુલાકાત લઇ રહયા છે.
રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચરીંગ એસોસીએશન, સૌરાષ્ટ્ર પ્લાસ્ટીકમેન્યુફેકચરીંગ એસોસીએશન, રાજકોટ કિચનવેર મેન્યુફેકચરીંગ એસોસીએશન તથા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે સનલાઈન ઈન્ફોટેક આયોજીત પ્લાસ્ટીક શો સૌરાષ્ટ્ર-૨૦૧૮ના પ્લાસ્ટીક ઉદ્યોગીક એક્ઝિબીશનને આજ રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ૩૫ થી ૪૦ લાઈવ ડેમો એક્ઝિબીટર,૧૨૫ જેટલા એક્ઝિબીટરો, રો-મટીરીયલ્સ, મશીનરી તેમજ અલગ અલગ કેમીકલ્સ પાર્ટીકલના એક્ઝિબીટરો ભાગ લઈ રહ્યાં છે. તા.૧૬ થી૧૯ સુધી આ એક્ઝિબીશનનો રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે.
સમ્રાટ એન્જિનીયર્સ ૩૦ વર્ષથી પ્લાસ્ટિક ઇન્જેકશન મોલ્ડીંગ મશીનસનું મેન્યુફેકચરીંગ કરે છે: સાજનભાઇ મેસવાડીયા
અમે આ ક્ષેત્રમાં છેલ્લા ૩૦ વર્ષથી મેન્યુફેકચરીંગ કરીએ છીએ. જેમાં પ્લાસ્ટિક ઇન્જેકશન મોલ્ડીંગ મશીનસનો સમાવેશ થાય છે. સી.પી.વી.સી. ફીટીંઝ, યુ.પી.વી.સી. પાઇપ ફિટીગ્સ, હાઉસ હોલ્ડ, કિચનવેરઆઇટમ, નાઇકુ, ઓલ ઓવર ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝઅને ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીઝ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.
અમે બેગ્લોર, દિલ્હી, કલકતા,અમદાવાદ વગેરે ભારતભરમાં મશીન્સ સપ્લાય કરીએ છીએ. રાજકોટમાં ૭૦૦ થી વધુ અમારા મશીન્સ ચાલે છે. લોકોનો ખુબજ સારો રીન્પોન્સ મળી રહ્યો છે.
રાજુ એન્જિનીયર્સલી. દ્વારા બ્લોન્ડ ફિલ્મ લાઇન, શીટ લાઇન,પીવીસી પ્રોડકટનું મેન્યુફેકચરીંગ: મિલનભાઇ રાદડીયા
અમે છેલ્લા ૩૦ વર્ષથી મશીન્સ મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં છીએ. અમે પ્લાસ્ટિક એક્ષુશન માટે મશીનોનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ. જેમાં બ્લોન્ડ ફિલ્મ લાઇન, શીટ લાઇન, પીવીસી પ્રોડકટનો સમાવેશ થાય છે.
આ એકિઝબિશનમાં અમે અમારીપ્રોડકટનું ડિસ્પ્લે રાખ્યું છે. તેમજ લોકોનો અમને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઘનશ્યામ એન્જિનીયરીંગ દ્વારા પ્રોડ્યુસ્ડ મોલ્ડીંગ મશીનસને સારો પ્રતિસાદ: મૌલિકભાઇ વેકરીયા
અમે પ્લાસ્ટિક ઇન્જેકશન મોલ્ડિગ મશીન બનાવીએ છીએ કે જે પ્લાસ્ટિકની કોઇપણ વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હાઉસ હોલ્ડ, કીચન વેર, ઓટો મોબાઇલ વગેરે કે જેમાં પ્લાસ્ટિકનો ઉ૫યોગ થતો હોય તે દરેક વસ્તુના મેન્યુફેકચર માટે મોલ્ડિગ મશીન બનાવીએ છીએ. અમારું યુનિટ શાપર વેરાવળ ખાતે આવેલું છે.
અમે આ મશીન્સ ઓલ ઓવર ઇન્ડિયા તેમજ આફ્રિકામાં પણ અમે મશીન સપ્લાય કરીએ છીએ. આ એકિઝબીશનમાં લોકોનો અમને ખુબ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.
એર કુલર, એર વેન્ટીલેટર, કુલીગ ટાવર વગેરેમાં રાજ કુલિગ સિસ્ટમ પ્રા.લી કાર્યરત: કલ્પેશ રામોલિયા
અમે એર કુલર, એર વેન્ટીલેટર, કુલીગ ટાવર વગેરેમાં કામકરીએ છીએ અમારો મુખ્ય હેતુ વધારેમાં વધારે પ્લાસ્ટિક મશીનો થકી માણસોને ઠંકડ ફીલ કરાવડાવીએ અમારી કંપની એ પ્રકારની જ તમામ આઇટમો બનાવે છે. અને તેનું વેચાણ કરે છે અમે ૩પ થી ૪૦ એકિઝબીશન આખા વર્ષ દરમીયાન કરીએ છીએ.
રાજકોટનાઆ એકિઝબીશનમાં આજે અમે પાર્ટી સિપેટ થયા છીએ. જેનો મુખ્યુ હેતુએ છે કે નાનામાં નાનો માણસ આ એકિઝબીશન થકી એક સ્થળેથી જ માહીતી પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં ર થી પ ટકા જેટલું પ્લાસ્ટિક વપરાય છે. જયારે વિદેશમાં ર૦ થી રર ટકા જેવું પ્લાસ્ટિક વપરાય છે. જો ઉઘોગો નવા સ્થપાશે તો રોજગારીની તકો પણ ઉભી થશે. અને બિઝનેશ પણ વધશે તે અમારો મુખ્ય હેતું છે.