સોમવારે પાંચ સ્થળોએ યોજાશે ચેકઅપ કેમ્પ: તપાસ, માર્ગદર્શન સાથે કીટનું કરાશે વિતરણ

રાજકોટ ફાર્માસિસ્ટ  એસો. દ્વારા રાજકોટમાં પાંચ સ્થળોએ મેગા   ડાયાબિટીસ જાગૃતિ અને ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું છે. અબતક, મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા  આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.

રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિયેશન દ્વારા જાહેર જનતાના હિતાર્થે ડાયાબિટીસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે જેની શરૂઆત તા . 14-11-22 – સોમવારના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસથી કરવામાં આવશે . જેના ભાગ રૂપે રાજકોટ શહેરના મવડી ચોક , સોરઠીયા વાડી સર્કલ , પ્રેમ મંદિર કાલાવડ રોડ , કિશન પરા ચોક , પેડક રોડ . કુલ પાંચ જગ્યાએ ડાયાબિટીસ તપાસ , બ્લડ પ્રેશર તપાસની સાથે દરેક દર્દી ને  ઓટીસી  કીટ  સ્માર્પ વેઈસ  વેલનેશ દ્વારા અને પોઇન્ટ ઓફ કેર બાયોમેડિકલ દ્વારા 350 રૂ . નીં ગ્લુકો સ્ટ્રીપ સાથે ગ્લુકોમિટર ફ્રી આપવામાં આવશે. આ સાથે રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિયેશન ની ટીમ સાથે ડાયાબિટીસ દિવસના આ વરસની થીમ . ડાયાબિટીસ એજયુકેશન ટુ પ્રોટેકટ ટુમોરો અનુસાર રાજકોટ ની બિકે મોદી ફાર્મસી કોલેજ , એચ એન શુક્લ ફાર્મસી કોલેજ , સ્કૂલ ઓફ ફાર્મસી આર કે યુનિવર્સિટી , ફાર્મસી ડીપાર્ટમેંટ આત્મીય યુનિવર્સિટી , આર ડી ગાર્ડી ફાર્મસી કોલેજ , ફેકલ્ટી ઓફ ફાર્મસી મારવાડી યુનિવર્સિટી તેમજ સૌરાષ્ટ્ર યુનવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને ડાયાબિટીસ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપશે . આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રમુખ   સત્યેન પટેલ , ઉપપ્રમુખ  નિલેશ પટેલ , અને મનોજ બંસલ તેમજ મંત્રી  હિતેી ત્રાડા ,   કૌશિક કપુરીયાં ,  પ્રિયંક સખીયા તેમજ જયદીપ ડોડીયા , તેજસ ગણાત્રા તથા તમામ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી . જે મીડિયા ઇન્ચાર્જ  સંકેત ગોંડલિયાની યાદીમાં જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.