11755 ગ્રાહકોએ કાર્યવાહી પૂર્વે 3.51 કરોડ જેટલુ લેણું ચુકવી દીધું

પીજીવીસીએલનાં રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ વિવિધ કચેરીઓ હેઠળ વીજ બીલની બાકી રકમ કુલ 18241 ગ્રાહકો પાસે થી પ60.63 લાખની બાકી રકમ વસુલવા કાર્યવાહી જેમાં 117પપ ગ્રાહકો પાસે થી કુલ 351.55 લાખ ની વસુલાત અને 247 જેટલા વીજ કનેક્શન ડીસ કનેક્શન કરવામાં આવ્યા જેના 16.20 લાખ જેટલા બાકી લેણા છે.

ગ્રામ્ય વર્તુળ કચેરી દ્વારા બાકી લેણા વસુલવાની ઝુંબેશના ભાગરૂપે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ પૂર્ણતા ના આરે હોય રીકવરીની સખ્ત કાર્યવાહી. પીજીવીસીએલ ગ્રામ્ય રૂરલ વર્તુળ કચેરી હેઠળ જુદી જુદી કચેરીઓ હેઠળ ઘણા લાંબા સમય થી વીજ બીલની રકમ ભરપાય કરવામાં આવેલ નથી અને તે વસુલવા અન્વયે જો ગ્રાહકો દ્વારા બીલના નાણા ભરપાય કરવામાં આવે નહિ તો કનેકશન ડીસ કનેકશન કરી વીજ પુરવઠો બંધ કરવાનીમની કામગીરી કરવાના આદેશો કરવામાં આવેલ છે અને બાકી લેણાની વસુલાત અન્વયે ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે.

પીજીવીસીએલ દ્વારા બાકી લેણાની વસુલાત અંગે સાર્વત્રિક ઝુંબેશ ચાલતી હોય અને નાણાકીય વર્ષ પૂરું થવાના આરે હોય અને જે વીજ ગ્રાહકો એ નિયત સમય મર્યાદા વીતી જવા છતાં વીજ બીલની રકમ ભરપાય કરેલ નથી તેની વસુલાત કરવાની ઝુંબેશના ભાગરૂપે ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.