પ્રથમ દિવસે એમડી શ્ર્વેતા ટીઓટીયા અને મુખ્ય ઈજનેર જે.જે. ગાંધી સહિતના 200નું વેક્સિનેશન
રાજયભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારેબીજી બાજુ સરકાર દ્વારા રસીકરણની પ્રક્રિયા વધારી દેવામા આવી છે. રસીકરણની પ્રક્રિયામાં વધુને વધુ લોકો જોડાય એવા પ્રયાસો સરકાર કરી રહી છે. ત્યારે પી.જી.વીસી.એલની રાજનગર ખાતે મેઈન ઓફીસે અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ વેળાએ પીજીવીસીએલનાં એમડી શ્ર્વેતા ટીઓટીયા તેમજ મુખ્ય ઈજનેર જે.જે.ગાંધી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રસી લીધી હતી. આજે પ્રથમ દિવસે અંદાજે સ્ટાફના 200 લોકોને વેકસીન અપાઈ હતી.
શહેરમાં 60 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન: પી.પી. રાઠોડ
નાયબ આરોગ્ય અધિકારી અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતુકે પીજીવીસીએલ ખાતે એમ.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 2000 કર્મચારીઓને રસી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતુ કે હાલ રાજકોટમાં 458 જેટલા માઈક્રો કંટેન્ટમેન્ટ ઝોન છે. શહરેમાં 45 જેટલા વેકશીનેશન સેશન ચાલે છે. જેમાં ગઈકાલે 6000 વેક્સીનેશન આપવામાં આવી હતી. હાલ કમિશનર દ્વારા 10,000 વેકસીનેશન નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 60,000થી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
PGVCLનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું વેક્સિનેશન થશે: એમ.ડી. શ્ર્વેતા ટીઓટીયા
પીજીવીસીએલનાં એમડી શ્ર્વેતા ટીઓટીયા એ જણાવ્યું હતુ કે, નરાજય સરકારના આદેશ પ્રમાણે પીજીવીસીએલનાં બધા અધિકારીઓ અને કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટ કોર્પોરેટ કચેરી, રાજકોટ ગ્રામીય કચેરી, શહેરી કચેરી, બધા સબડીવીઝનનાં અધિકારીઓ અને કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં રાજકોટ કોર્પોરેટ કચેરી, રાજકોટ ગ્રામીય કચેરી, શહેરી કચેરી, બધા સબડિવિઝનના અધિકારીઓ, અને કર્મચારીઓનું રસીકરણ કરવામા આવશે. સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં કુલ 20,000 પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ છે. જેમાનાં રાજકોટનાં અંદાજે 2000 અધિકારીઓ અને કર્મચારીઓ છે અને આ કામગીરીની રાજકોટથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજરોજ 200 લોકોને રસી આપવામાં આવી છે. જેનો બીજો ડોઝ 6-8 અઠવાડીયાની અંદર આપવામાં આવશે.