-
શહેરના વોર્ડ નં.11માં મવડી ચોક પાસે આવેલી શ્રીહરિ સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યું છે.
-
જો આઠ દિવસમાં સમસ્યાનો નિકાલ નહિં આવે તો ગાંધીનગર જઇ જવાબ મંગાશે
અબતક, રાજકોટ
પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજની લાઇન ભળી ગઇ હોવાના કારણે અત્યંત ખરાબ અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થઇ રહ્યું છે. અવાર-નવાર ફરિયાદ કરવા છતાં તેનો કોઇ નિવેડો આવતો ન હોય હવે સોસાયટીના લોકોની ધીરજ ખૂટી છે. દરમિયાન જો આઠ દિવસમાં સમસ્યાનો નિવેડો નહિં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે મ્યુનિ.કમિશનરને આપવામાં આવેલા આવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે વેસ્ટ ઝોન કચેરીની વોટર વર્ક્સ શાખામાં આ અંગે રજૂઆત કરવામાં આવતા તરૂણ વાઘેલા નામના વ્યક્તિએ એવું કહ્યું હતું કે તમારી સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે અમે કહી શકી તેમ નથી. તોછડાઇ ભર્યા જવાબ આપે છે. જો આગામી આઠ દિવસમાં સમસ્યાનો નિકાલ નહિં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને ગાંધીનગર જઇ જવાબ મંગાશે.