રાજકોટમાં લોકો રોજગારી માટે દરરોજ ૬ કિમી સરેરાશ અંતર કાપે છે
જીવન નિર્માણ રોજગારી અથવા વ્યવસાય અંગે પરિવહન કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત કરતા પણ રાજકોટના લોકો વ્યવસાય માટે વધુ પ્રવાસ કરે છે. સુરતથી ચાર કિમીના અંતરે આવેલા મુંબઈ માટે આશરે ૧૨.૩ કિમી સુધીનો અંતર લોકો કાપે છે. અર્બન ટ્રાન્સપોર્ટનું કહેવું છે કે નાના શહેરોમાં ટ્રાફિક સમસ્યા થતી નથી અને ઓછા લોકો રોડ પર પરિવહન કરે છે તેથી પ્રદુષણ પણ ઓછું થાય છે.
મુંબઈમાં ઓફિસ જવા માટે પુરુષ ૧૨.૫ કિમીનો અંતર કાપે છે ત્યારે સુરતી મહિલાઓ ૪.૫ કિમી સુધી વ્યવસાય માટે જાય છે તો રાજકોટના લોકો ૬ કિમી જેટલું ટ્રાવેલિંગ કરે છે. જેટલુ કોઈમ્બેટોર અને બેંગલોર વચ્ચેના લોકો પણ નથી કરતા. નાના ટુંકા શહેરોમાં ટ્રીપની લંબાઈ વધી જતી હોય છે પરંતુ અમદાવાદ, સુરત અને વડોદરા કરતા રાજકોટના લોકો ધંધાર્થે વધુ પરિવહન કરે છે. ૧૬.૫ લાખની વસ્તી ધરાવતા ગાઝિયાબાદમાં ૧૧ કિમી સાથે વધુ અંતર કાપતા લોકો છે. તેથી કહી શકાય કે લોકોની મોબીલીટીમાં વધારો થયો છે અને લોકો રોજગારી, ધંધા અથવા નોકરી માટે નજીકના જિલ્લા શહેરોમાં ફરતા થયા છે.