પેન્શનર સમાજના પ્રમુખ મહેશભાઈ છાંયાના હસ્તે ચેક અર્પણ

રાજકોટ તાલુકા પેન્શનર સમાજ રાજકોટ તરફથી  પચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ ને આધુનિક તબીબી સારવાર માટે  માટે રૂ.15 લાખનું અનુદાન પ્રાપ્ત થયું છે  રાજકોટ તાલુકા પેન્શનર સમાજ રાજકોટના પ્રમુખ  મહેશભાઈ એમ.છાયા ના હસ્તે રૂપિયા 15 લાખનો ચેક પ્રાપ્ત થયેા છે  રાજકોટ તાલુકા પેન્શન સમાજના  ઉપપ્રમુખ  જેપી ખૂંટ, મહામંત્રી  રમેશભાઈ પાંચાણી તિજોરી અધિક્ષક  નરેશભાઈ વિઠલાણી તેમજ કારોબારી અધ્યક્ષ  જયસુખભાઇ જે. ભટ્ટ,  વલ્લભભાઈ કુંભણી,  પી.પી. જેઠવા ,  જ.કે.શાહ તેમજ  બકુલભાઈ વ્યસની ઉપસ્થિતિ માં  પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ વતી પૂર્વ ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલે ચેક નો સ્વીકાર કર્યો હતો.

નિવૃત્ત થયા પછી પણ પોતાની સમાજ પ્રત્યેની ફરજને પેન્શનર્સ અદા કરી  અન્ય લોકો માટે પ્રેરક બન્યાં છે. પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ માનદમંત્રી મયુરભાઈ શાહ કોષાધ્યક્ષ ડી વી મહેતા ટ્રસ્ટીઓ ડો રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ ,વસંતભાઈ જસાણી ,મહેન્દ્રસિંહ ગોહેલ , નિરજભાઈ પાઠક , જૈમિનભાઈ જોષી , સંદીપ ભાઈ ડોડીયા , નિતીનભાઇ મણીયાર નારણભાઈ લાલકીયા ,મિતેષભાઇ વ્યાસ જેવા સેવાના ભેખધારીઓ ભવિષ્યમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને વધુ ને વધુ રાહત મળી શકે તે માટે   જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.