• બંધમાં જોડાનાર તમામ વેપારીઓ, વેપારી એસો.નો અને સ્કુલ સંચાલકોનો શહેર કોંગ્રેસે આભાર માન્યો

રાજકોટમાં નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ જીવલેણ અગ્નિકાંડની ઘટનામાં ર7 નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. રાજકોટમાં બનેલ આ ઘટનાએ માત્ર ગુજરાત જ નહી પરંતુ તમામ દેશવાસીઓના હૈયા હચમચાવી દીધા હતા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થતાં અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગીઓને શ્રઘ્ધાંજલી આપી હતી. રાજકોટની મોટાભાગની બજારોએ અડધો દિવસ બંધ પાળીને અગ્નિકાંડના પિડીતને શ્રઘ્ધાંજલી અર્પી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ તારીખ 25 મે 2024 ના રાજકોટમાં ઝછઙ ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં અનેક માનવ જિંદગી હોમાઈ જતા રાજકોટ મહાનગરપાલિકા,  આર એન્ડ બી, રાજકોટ શહેર પોલીસ તંત્ર ની ગુનાહિત બેદરકારી નો સામે આવી હતી અને રાજ્ય સરકારે આ મામલે જઈંઝ નું ગઠન કરી ત્રણ ત્રણ કમિટી રચવા છતાં કોઈ નેતા કે જવાબદાર ઈંઅજ કે ઈંઙજ ની ધરપકડો ન કરતા કે સસ્પેન્ડ પણ નહીં કરતા પ્રથમ દ્રષ્ટિએ જ આ તપાસ એ શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ ચાલી રહી છે. તેવું ફલિત થતાં પીડિત પરિવારો અને રાજકોટ શહેરમાં લોકરોષ ભભૂક્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ખભે ખભા મિલાવી પીડિત પરિવારોની વહારે આવી. ગુજરાત પ્રવેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિહ ગોહિલે પીડિત પરિવારોની મુલાકાત લઇ કોંગ્રેસ હરહંમેશ રાજકોટની જનતા અને પીડિત પરિવારો ને ન્યાય માટે કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું એટલું જ નહીં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અને ખુદ રાહુલ ગાંધીએ પણ આ અંગે પોતે સંસદમાં મુદ્દો ઉઠાવવા બાબતે પીડિત પરિવારો સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી. રાજકોટમાં ત્રણ દિવસ શહેરના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ આંદોલન ના કાર્યક્રમો કરાયા બાદ રાજ્ય સરકાર કે પોલીસ તંત્ર દ્વારા આ મુદ્દે કોઈપણ જાતનો હકારાત્મક કે નકારાત્મક પ્રત્યુતર ન મળતા સમગ્ર રાજકોટની જનતા અને પીડિત પરિવારનો રોષ જોઈ રાજકોટ માં બંધનું એલાન આપવામાં આવેલ હતું અને આ બંધના એલાન માં રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ, દાણાપીઠ એસોસિયેશન, લાખાજીરાજ રોડ એસોસિએશન, જંકશન રોડ વેપારી એસોસિએશન, ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, પરાબજાર એસોસિએશન, ચુનારાવાડ ચોક એસોસિએશન, કબાડી બજાર એસોસિએશન, ઢેબર રોડ ફર્નિચર એસોસિયેશન,  સહિતના રાજકોટના તમામ વેપારી એસોસિયેશને ખુલો ટેકો જાહેર કર્યો હતો. રાજકોટ વાસીઓનો લોકરોષ અને આક્રોશ ને પગલે રાજકોટના ખૂણે ખૂણામાં મુખ્ય રસ્તાઓ સહિતની દુકાનો આજે બપોર સુધી સજ્જડ અને સ્વયંભુ બંધ રાખવામાં આવી હતી. જે વિસ્તારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરા બજાર, દાણાપીઠ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, ચુનારાવાડ ચોક, ભક્તિનગર સર્કલ, ગુંદાવાડી, સોરઠીયાવાડી, જંકશન, ગાયકવાડી, રૈયા રોડ, બજરંગ વાડી, કૃષ્ણનગર મેઇન રોડ, ઢેબર રોડ, લોધાવડ ચોક, ગોંડલ રોડ, ગાયત્રીનગર રોડ સહિતના રાજકોટના મુખ્ય રસ્તાઓ માં વેપારીઓમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્ર સામે નો લોકરોષ સામે આવ્યો હતો

આ તમામ વેપારીઓ, બંધમાં જોડાનાર તમામ સ્કૂલ સંચાલકો શાળાના ટ્રસ્ટીઓ નો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ખરા દિલથી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે એટલું જ નહીં રાજકોટમાં છેલ્લા એક માસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશ ભાઈ મેવાણી અને સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં કાર્યકરોને જોમ અને જુસ્સો પુરો પાડવામાં આવેલ હતો એક મહિનાથી સતત મીટીંગો, આવેદનપત્ર,  કાર્યકરો આગેવાનો સાથે મંત્રણા દરેકને વોર્ડ વાઈઝ જવાબદારી વોર્ડ પ્રમુખો, મહિલા કોંગ્રેસ, ગજઞઈં, યુવા કોંગ્રેસ, એસસી એસટી સેલ, સેલના તમામ ચેરમેન અને કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા એક લાખથી વધુ પત્રિકાઓ ત્રિકોણબાગના કાર્યક્રમો અંગેની ડોર ટુ ડોર આપવામાં આવી હતી  આ તકે  કોંગ્રેસના આગેવાનો કાર્યકરો નો પણ આભાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ વ્યક્ત કર્યો હતો.

અગ્નિકાંડ જેવા બનાવો સામે રાજકોટમાં લોકરોષ બની બુલંદ: મહેશ રાજપુત

‘અબતક’ સાથે વાતચિતમાં કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂતએ જણાવ્યું હતું કે અગ્નિકાંડને એક મહિનો થવા આવ્યો છે ત્યારે આજે સમગ્ર રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આવો બનાવ ગુજરાતમાં કોઇપણ સ્થળે ન બને તે માટે ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લેવા જોઇએ. સાવચેતીના ભાગરૂપે સૌ કોઇએ ધ્યાન રાખવું જોઇએ.આવા અગ્નિકાંડ ન બને તે માટે અને અગ્નિકાંડના દિવંગતોને શ્રધ્ધાજંલીના ભાગરૂપે સ્વયંભૂ બંધ રાખ્યું તે માટે સૌ રાજકોટવાસીઓનો આભાર માનું છું. આ ઉપરાંત આવા અગ્નિકાંડ પુન: ન બને તે માટે રાજકોટ શહેર અવાજ બન્યું છે.

પ્રજાએ, પોલીસે અને પ્રસાશને જાગૃત થવાની જરૂર જેથી આવી ઘટના ફરીવાર ન બને: જીજ્ઞેશ મેવાણી

અબતક, સાથે વાતચીત કરતા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે પિડીત પરિવારને શ્રઘ્ધાંજલી પાઠવું છું. અને ફરીયાદ આવી ઘટના ન બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. અને આ બંધના એલાનમાં રાજકોટવાસીઓનો ખુબ સહયોગ મળ્યો છે. અને સરકારે પણ રાજકોટવાસીઓની લાગણી સમજવી જોઇએ કે દોષીતોને સજા મળે અને કારણ વગર ફાયર સેફીટના અભાવને કારણે દુકાન સીલ ન મારે અને પ્રજાએ પોલીસ અને પ્રસાશને બધાને જાગૃત થવાની જરુર છે.

જનતા દ્વારા સ્યૂંભૂ બંધ પાળી રોષનો પડઘો પાડયો  પુર્વ સાંસદ પ્રભાબેન તાવીયા- ગાયત્રીબા વાઘેલા

પુર્વ સાંસદ પ્રભાબેન તાવીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા વેપારી એશિયન ના પ્રમુખ ગૌરવ પુજારા પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા જીતુ ચંદનાણી ઠાકુરભાઈ ખાનચંદાણી જગુભા જાડેજા   નિલેશભાઈ પરચાણી અશોકભાઈ તુલસાણી અતુલ ડેલાવાળા યોગેશ માખેચા વિલાસબા સોઢા વિજય સિતાપરા જલ્પેશ વાઘેલા હાસાનંદ મામતાણી સહીતના આગેવાનોએ સવારથી જ જંક્શન પ્લોટ પોપટપરા-રેલનગર સહિત ના વિસ્તારો મા જનતા દ્વારા સ્યૂંભૂ બંધ પાળી લોક રોષ નો પડઘો પાડયો છે ત્યારે આગેવાનોએ સૌવ વેપારીઓ નો આભાર વ્યક્ત કર્યો છે.

  • કોંગ્રેસે આપેલા બંધના એલાનને પ્રજાએ મૌન રહીને  સંપૂર્ણ સમર્થન આપ્યું : ઇન્દ્રનીલ રાજગુરુ
  • ભ્રષ્ટાચારને છાવરવાની નીતિ સામે રૂક જાવનો સ્પષ્ટ સંદેશો

રાજકોટના અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા શાંતિપૂર્ણ બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળી છે અને શહેરની પ્રજાએ બંધ પાળીને ભ્રષ્ટાચારી ભાજપ અને રાજ્ય સરકારના ગાલે તમાચો માર્યો છે તેવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના હાથ સે હાથ મિલા અભિયાનના ક્ધવીનર ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું છે.તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના દરેક સ્તરના કાર્યકરોએ રાજકોટ બંધ સફળ થાય તે માટે પ્રયાસો કર્યા હતા અને રાજકોટની પ્રજાએ આ લાગણીનો પડઘો પાડીને આજે બંધ પાળ્યું છે એ જ બતાવે છે કે રાજકોટની પ્રજા ભાજપના ભ્રષ્ટાચારથી કેટલી ગળે આવી ગઈ છે. માત્ર રાજકોટની દુર્ઘટના જ નહીં પરંતુ મોરબી, સુરત, વડોદરા અને પાલનપુરમાં બનેલી ઘટનાઓમાં સીટની રચના કરી ભાજપના ભ્રષ્ટાચાર ઉપર ઢાંકપીછોડો કરવાની કોશિશ થઈ છે. કોંગ્રેસે રાજકોટ માટે રચાયેલી સીટમાં અધિકારીઓને બદલવાની માગણી કરી છે પરંતુ સરકારે પોતાના જ નેતાઓને બચાવવા માટે આ માગણી સ્વીકારી નથી. રાજકોટની પ્રજા આ બધું જ જાણે છે અને એટલે જ કોંગ્રેસની લાગણીનો પડઘો આજે મૌન રહીને વ્યક્ત કર્યો છે. રાજકોટવાસીઓએ આજે સંપૂર્ણ બંધ પાળીને રાજ્ય સરકારને અને ભ્રષ્ટ મહાનગરપાલિકાને તમે ભ્રષ્ટાચાર કરવામાં હદ વળોટો છો તેવું કહીને રુકજાવનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. આજે  બંધમાં સમર્થન આપનાર તમામ વેપારીઓ,ઉદ્યોગકારો, સ્કુલ -કોલેજના સંચાલકો, કોચિંગ ક્લાસના સંચાલકો, તેમજ સમગ્ર રાજકોટની પ્રજાનો આભાર પણ માન્યો છે.

  • અગ્નિકાંડ દિવંગતોને શ્રઘ્ધાંજલી પાઠવવા કોચીંગ કલાસ ઓનર્સ એસો. દ્વારા રેલી યોજાઇ
  • કોચીંગ કલાસના સંચાલકો,વિદ્યાર્થીઓ અને શિક્ષકો રેલીમાં જોડાયા

ગત મહિનાની રપ તારીખે રાજકોટ માટે કલંકીત ઘટના અગ્નિકાંડ બની હતી. તે ઘટનાના દિવંગતોના પિડીત પરિવારને હજી ન્યાય મળ્યો નથી. દોષિતોને દંડ થાય તે માટે કાર્યવાહી ચાલુ છે. આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન જાહેર કર્યુ છે. આ બંધના એલાનને સમર્થન મળ્યું છે. ત્યારે દિવંગતોને શ્રઘ્ઘંજલી પાઠવવા કાલે રાજકોટ કોચીંગ કલા ઓનર્સ એસો. દ્વારા મોન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં 300 થી વધુ કલાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.

300 જેટલા કોચીંગ કલાસ ઓનરે  બંધ પાળ્યો: ધર્મેશ છગ

અબતક સાથે વાતચીત કરતા ધર્મેશ છગ કોચીંગ કલાસ ઓનર રાજકોટ પ્રેસિડન્ટએ જણાવ્યું હતું કે અગ્નિકાંડ ના દિવંગતોને શ્રઘ્ધાંજલી આપવા કોચીંગ કલાસ ઓનર એસો.ના 300 જેટલા ઓનરો એ કોચીંગ કલાસ અડધો દિવસ બંધ રાખ્યું છે.

દિવંગતોને શ્રઘ્ધાંજલી પાઠવવા માટે બે મીનીટ મૌન પાળી શિક્ષણ શરૂ કરાયું

અબતક સાથે વાતચીત કરતા જેડી જયોઇન સેક્રેટરી કોચીંગ કલાસ ઓનર જણાવ્યું કે, અગ્નિકાંડ એ દુ:ખ દાયક ઘટના છે. અને અગ્નિકા:ડના દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે તમામ કોચીંગ સેન્ટરો બપોર સુધી બંધ રહ્યા હતા અને બપોર પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બે મીનીટ મૌન પાડી ચાલુ કરાશે અને ફરીવાર આવી ઘટના ન બને તે માટે જાગૃત થવું જોઇએ.

અગ્નિકાંડની ઘટના રાજકોટ માટે એક મોટું કલંક: પાર્થ કાનમેરીયા

અબતક સાથેની વાતચીતમાં પરાબજારના વેપારી પાર્થ કાનમેરીયાએ જણાવ્યું હતું કે, એક માસ પહેલા જે અગ્નિકાંડની ઘટના બની હતી તે અત્યંત દુ:ખદ દાયક હતી. તમામ હતભાગીઓને શ્રઘ્ધાંજલી પાઠવીએ છીએ. આજે પ્રથમ માસિક પુણ્યતીથીએ કોેંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમાં અમારો પૂરો સહયોગ રહ્યો છે. ટીઆરપી અગ્નિકાંડની ઘટના રાજકોટ માટે કલંક સાબીત થઇ છે. દરેક લોકો એ જાગૃત થવાની જરૂર છે. ગેમ ઝોન, રેસ્ટોરન્ટ સહીત તમામ જગ્યાએ ફાયર સેફટીના સાધનો હોવા જ જરુરી છે અને તે બાબતે આપણે જાગૃત થવાની જરૂરત છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.