ભારતની પ્રખ્યાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોની પ્રતિષ્ઠિત સાંકળ ધરાવતી વોકહાર્ટ હોસ્પિટલ દ્બારા તેમની નાગપુર,રાજકોટ,મુંબઈ સેન્ટ્રલ (દક્ષ્ાિણ મુંબઈ) અને મીરા રોડ,મુંબઈ ખાતે આવેલ હોસ્પિટલમાં દર્દીને ઉચ્ચ ગુણવત્તા સભર સુવિધા પુરી પાડવા માટે પેશન્ટ સલામતી સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ સપ્તાહ આયોજનનો મુખ્ય ઉદેશ્ય દર્દીની ઉચ્ચ ગુણવત્તા સભર સારવાર અને નિદાન સલામતી સાથે આપવાનો છે.વોકહાર્ટ હોસ્પિટલ દ્બારા ડબલ્યુ,એચ.ઓ. એ આપેલ ઘણા ખરા મુદાઓ આવરી લેવામાં આવ્યા છે.

જેમાં આ વર્ષનો વિશેષ વિષય છે  નુકશાન વિનાની સારવાર .  ત્રણ દિવસીય પેશન્ટ સલામતી સપ્તાહનુ ઉદઘાટન વોકહાર્ટ હોસ્પિટલસ ગ્રુપના મેનેજીંગ ડીરેકટર ઝહાબીયા ખોરાકીવાલા દ્બારા કરવામાં આવેલ હતુ.તેમણે જણાવેલ હતુ કે રોગને અટકાવવો એ તેના ઈલાજ કરતા વધુ ફાયદા કારક છે.તથા અસુરક્ષ્ાિત આરોગ્યસંભાળ એ સમગ્ર આરોગ્ય ક્ષ્ોત્ર માટે સૌથી નુકશાન કારક અને પડકારરૂપ પિરબળ છે.અમો ગુણવત્તાયુક્ત અને સલામત સંભાળ  અવીરત સેવા  પહોંચાડવામાં માનીએ છીએ.

આ ત્રણ દિવસ દરમ્યાન અવનવી પ્રવૃતિઓ તથા દર્દીની સલામતી માટેની રમત ગમત જેવી કે અગ્નિસામકની તાલીમ તથા સલામતી વિશેનુ માર્ગદર્શન અને તેના મુલ્યાંકન માટેનુ આયોજન કરેલ હતુ.આ ઉપરાંત સ્ટાફ,પેશન્ટ અને તેમના સગા માટે પ્રશ્ર્નોતરી,સ્લોગન સ્પર્ધા તથા પેશન્ટ સલામતી માટેનો વિડીયો વગેરે કાર્યક્રમનુ આયોજન કરેલ હતુ. આ કાર્યક્રમમાં હોસ્પિટલના તમામ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

વોકહાર્ટમાં ડિરેકટર તથા ચીફ ઓપરેટીંગ ઓફીસર ડો. કલાઈવ ફર્નાન્ડીઝએ માર્ગદર્શન આપ્યું હતુ. વોકહાર્ટ હોસ્પિટલ એ એક એવી હોસ્પિટલની શ્રુ્રંખલા છે જયાં દર્દીની સારવાર અને નિદાન સાથે સલામતીને પ્રાથમિક્તા આપવામાં આવે છે જેથી દર્દીને ગુણવત્તા સભર સારવાર મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.