સમરસ હોસ્ટેલમાં સારવાર લેતા દર્દીઓના જઠરાગ્નિ ઠાર્યો, માથું પણ ઔડાવ્યું: દર્દીઓ સાથે બેસીને ભજન ગાઈ મનોરંજન પણ પાડે છે પૂરું
શહેરમાં એકતરફ કોરોના મહામારી ફેલાવી રહ્યો છે. તો બીજી તરફ પરિવારથી દૂર વડીલોને સ્વજનોની જેમ માવજત આપતા આઉટસોર્સિંગના સ્ટાફનો વિડીયો સામે આવ્યો છે. એમ.જે. સોલંકી આઉટસોર્સિંગ સ્તકફ દ્વારા વડીલ દર્દીઓને પોતાના સ્વજનોની જેમ જમાડી અને માથું ઑડાવીને માવજત કરી રહ્યા છે. દર્દી ઘણી વાર જમવાનું ભાવતું નથી કે જમવાની ઈચ્છા નથી એવા બહાના બનાવે છે. ત્યારે મીઠો ગુસ્સો કરી તબીબો નો સ્ટાફ સમજાવે છે કે, જો નહીં જમો તો જલ્દ સાજા નહીં થાવ અને ઘરે નહીં જહીં શકો તેમ નાના બાળકને સમજાવે તેમ સમજાવી તેમને પોતાના હાથે જમાડે છે. કોરોનાની મહામારી સામે સમરસ હોસ્ટેલમાં દાખલ દર્દીઓની તેના પરિવારજને ચિંતા હોય છે. આ ચિંતા દૂર કરવામાં તબીબો હંમેશા મદદરૂપ બને છે.
દર્દીઓને તબીબો પોતાના પરિવાર સાથે નિયમિત વીડિયોકોલ કરી આપે છે. પરિવાર સાથે વાતચીત કરતી વેળાએ દર્દી કહે છે કે, ચિંતા ન કરતા અમે જલ્દી સાજા થઇ ઘરે અવીસુ. દર્દીઓને તેના ઘરના નિત્યક્રમ જળવાઈ તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. એક વૃદ્ધા પોતાના વાળ ઓળાવા માટે અશક્ત હતા તો મેડિકલ સ્ટાફના એક મહિલાએ તેમને તેમના ઘરના સ્વજનનો ની સાર સંભાર રાખે તેમ વાળ ઓળી આપવામાં આવ્યા હતા ડિસ્ચાર્જ થતાં દર્દીઓએ ભજન ગાઈને તબીબ સ્ટાફનો આભાર માન્યો સ્ટાફે પણ સાથે ભજનો ગાઈને સાદ પુરાવે છે. કોવિડ કેર સેન્ટરમાં હળવાશ સમયે દર્દી સાથે બેસીને ભજન ગાઇ છે તો કોઈ અલગ અલગ રમત રમે છે. દર્દીઓ સાથે તબીબો ” જન તો તેને કહીએ રે જે પીડ પરાઈ જાણે રે” એ ભજન ગાઈને દર્દીને હિંમત આપી હતી.