સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં દરરોજના હજારો લોકો એસ.ટી.બસમાં મુસાફરી કરતા હોય છે ત્યારે આજરોજ રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે આવેલા
હંગામી બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નંબર-૪ પર બપોરના ૧૨ વાગ્યા આસપાસ ધડાકાભેર પંખો નીચે પટકાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે જાનહાની ટળી હતી. રાજકોટની એસ.ટી.માં હજારો લોકો દરરોજ મુસાફરી કરતા હોય છે. આવી કાળઝાળ ગરમીમાં ઘણા ખરા મુસાફરો એસ.ટી.સ્ટેન્ડમાં બેસી બસની રાહ જોતા હોય છે ત્યારે આવી પંખો પડવાની ઘટનાથી હવે બસ સ્ટેન્ડમાં બેસવુ પણ અસલામત બની ગયું છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મુસાફરોને બસ સ્ટેન્ડમાં બેસવું પણ જીવનું જોખમ સાબિત થયું છે. બીજી બાજુ વાત કરીઈ એ તો, એસ.ટી.સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટે બાંકડા પણ તુટી ગયા હોય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.