ભકતામર સ્તોત્ર એક અભિનય (નાટિકા) તથા વળામણું સહિતના કાર્યક્રમનો ભાવીકોને મળશે ધર્મલાભ
ગોંડલ સંપ્રદાયના પૂ . જય માણેક પ્રાણરતિ ગિરી જનક ગુરુવર્યો અખંડ સેવાભાવી પૂ . ભદ્રાબાઈ મ . ના સુશિષ્યા પૂ . હસ્મિતાબાઈ મ . ઠા . 03 ની સાથે દીર્ઘ તપસ્વીની કલ્પનાબાઈ મા.ઠા. 05 નું શ્રી સંઘના સવાયા સદભાગ્યે કુલ આદિ ઠા .08 નું ચાતુર્માસ પ્રાપ્ત થયેલ છે.
પૂ . મહાસતીનો શ્રી સંઘ પ્રત્યે અથાગ અને અમાપ લાગણી પ્રેરણાથી કાયમી ચાતુર્માસ સાધર્મિકઅને શ્રી શાંતિનાથ કથા મંડળની સ્થાપના થયેલ છે. ચાતુર્માસના ચાર મહીના પૂ . ગુરુણીમૈયાના શ્રી મુખેથી વહેતી અસ્ખલીત પરમાત્માની જિનવાણીનો ભરપૂર લાભ જીજ્ઞાસુ શ્રાવકો પામી શકયા છે ઉપકારીના ઉપકારનું ઋણ વ્યક્ત કરવાનો અવસર ચાતુર્માસ ચૌમાસી પાખી , ચાતુર્માસ સમાપ્તી અને વીર લોકાશાહ જન્મોત્સવના પૂર્વ પ્રભાતે મનહરપ્લોટ શેઠ પૌષધશાળાના પ્રાંગણ આવતીકાલ રવિવારના સવારે 9:30 કલાકે વિહાર વિદાય શુભેચ્છા સમારોહ સાથે બપોરના ” એક યશસ્વી ચાતુર્માસ પ્રવચન પ્રભાવિકા કે નામ ” અને પૂ . હસ્મિતાબાઈ મ . પ્રેરિત અને શ્રી સંઘના શ્રાવક ભાઈઓ બહેનો અભિનીત શ્રી ભક્તામર સ્તોત્ર એક અભિનય નાટિકા તથા વળામણું નું આયોજન કરવામાં આવેલ છે. પ્રવચન પ્રભાવિકા પૂ . હસ્મિતાબાઈ ની પ્રભાવશાળી નિશ્રામાં થયેલ આયંબિલની સાંકળના 31 તપસ્વીઓ , દર ગુરુવારે રાખેલ બહેનોની જ્ઞાનવર્ધક શિબિરના શિબિરાર્થીઓ 60 પ્રતિક્રમણના આરાધકો અને બાલ તથા દંપતિ દર્શનનો લાભ લેનારની અનુમોદના ધર્મવત્સલા જયોતિબેન જીતેન્દ્રભાઈ દોશી થાનગઢવાળા અને ધર્માનુરાગી માતુશ્રી સ્વ . લાભુબેન હસમુખભાઈ શાહ હસ્તે વૈશાલીબેન વિપુલભાઈ શાહ અને નીતાબેન કિશોરભાઈ દોશી રાજુ એન્જીનીયર્સ તરફથી થશે . ભક્તામર સ્તોત્ર નાટિકા અને ચૌવિહારનો લાભ પ્રવિણચંદ્ર અનોપચંદ મહેતા ગોંડલવાળા સિધ્ધિ ગ્રુપ , સુશ્રાવિકા નીલાબેન શશીકાંતભાઈ દોશી હ: અ.સૌ. મનીષા , દીપ્તી , વિશ્વા દોશી પુત્રવધુઓ અને સુશ્રાવિકા હેમાબેન ડોલરભાઈ કોઠારી ઝંખના કોઠારી લાભ લઈ રહ્યા છે પ્રદિપભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.