મોંધવારીનો નવતર વિરોધ કરતાં વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા: પુત્રી પણ સાથે જોડાઇ

કેન્દ્ર સરકારની અણ આવડતના કારણે દેશમાં મોંધવારીએ અજગરી ભરડો લીધો છે. પેટ્રોલ – ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેલનું ટીપુુ સામાન્ય માનવી માટે દોહળુ બન્યું છે. ગેસ સીલીન્ડરના ભાવ આસમાને આંબ્યા છે. સતત વધતી મોંધવારીના વિરોધમાં આજે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને સૌરાષ્ટ્રના કદાવર કોંગી નેતા પરેશભાઇ ધાનાણી આજે સવારે સાયકલની પાછળ ગેસનો બાટલો અને તેલનો ડબ્બો બાંધી મતદાન મથકે પહોચ્યા હતા. તેઓએ પોતાની સાયકલની પાછળ ગેસનો બાટલો બાંઘ્યો હતો જેના પર યુ.પી.એ.ના સરકારમાં ગેસના બાટલાના ભાવ અને એનડીએ સરકારના સમયના ભાવ બતાવવામાં આવ્યો હતો. જયારે તેઓની પુત્રી પણ પિતા સાથે વિરોધમાં જોડાઇ હતી. પુત્રીઓ પોતાની સાયકલની પાછલ તેલના ડબ્બા બાંઘ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.