રાજકોટ સમાચાર
રાજકોટ શહેરમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક 22 વર્ષીય કોલેજીયન યુવતીએ વોટ્સઅપમાં પિતાને સંબોધી સ્ટેટ્સ મૂકીને ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના સિહોરના વતની અને રાજકોટના સાધુવાસવાણી રોડ પર રૂમ રાખીને રહેતી અને બી. એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીનો અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતી સંગીતા જટાભાઈ મકવાણાએ વોટ્સઅપમાં પિતાને સંબોધી સ્ટેટ્સ મૂક્યું હતું કે, પપ્પા હું જિંદગીથી કંટાળી ગઈ છું અને ત્યારબાદ ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી આપઘાત પાછળનું કારણ શોધવા કાર્યવાહી હાથ ધરી છે.