ઈશ્વરીયા પાર્કમાં થોડા દિવસોમાં રંગરોગાન અને રીપેરીંગ કામગીરી શરૂ થશે. જેમાં હીંચકા અને લપસીયા સહિતના સાધનોની મરામત પણ કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટની ભાગોળે માધાપર ગામ નજીક આવેલા વિશાળ ઈશ્વરીયા પાર્કનું સંચાલન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ પાર્કમાં હાલ હીંચકા સહિતના સાધનોની રીનોવેશનની કામગીરી માટે તજવીજ ચલાવવામાં આવી રહી છે.
હીંચકા અને લપસીયા સહિતના સાધનોની મરામત કરાશે
વધુમાં ઈશ્વરીયા પાર્ક નજીક કોઈ નાસ્તા કે અન્ય ખાણીપાણીની વસ્તુઓ મળતી ન હોય, ઇશ્વરીયામાં આવનાર મુલાકાતીઓ માટે અંદર ફૂડ કોર્ટ બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. જેથી અહીં આવનાર મુલાકાતીઓ ખાણીપીણીની લિજ્જત પણ માણી શકે. આ ઉપરાંત ઇશ્વરીયામાં વિશાળ જગ્યા હોય, ત્યાં પાર્ટી પ્લોટનું આયોજન કરાયું હતું. આ પાર્ટી પ્લોટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેથી શહેરીજનો અહીં પ્રસંગોનું આયોજન કરી શકે.